તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ક્રાઇમ:લાકડાઉન હળવું થતાં જલાલપોરમાં દિનદહાડે 77 હજારની મતાની ચોરી

નવસારી3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પાેલીસે ગણતરીના કલાકમાં જ આરોપીને હોટેલમાંથી ઝડપી પાડ્યો

નવસારીમાં લોકડાઉન હળવું થતા જલાલપોર વિસ્તારમાં મીઠાકૂવા પાસે રાધિકા લેક્વ્યૂ એપાર્ટમેન્ટ, બીજા માળે રહેતા જિજ્ઞાસાબેન દિવ્યેશભાઈ ગાંધીએ જલાલપોર પોલીસ મથકમાં રૂ. 77 હજારના મતાની ચોરી થયાની ફરિયાદ નોંધાવી હતી.

જીજ્ઞાબેન ગાંધી બ્યુટીપાર્લરના બીઝનેસ સાથે સંકળાયેલા છે. તેઓ 10મી જૂને ઘરે સવારે 9 વાગ્યે તાળું મારી જલાલપોરમાં ચલાવતા બ્યુટીપાર્લરમાં ગયા હતા. તેમની મિત્ર બપોરે 2 વાગ્યે ઘરે આવ્યા હતા ત્યારે તેમના ઘરનું બારણું ખુલ્લું હોય જિજ્ઞાસાબેનને ફોન કરી જાણ કરી હતી. જેથી જીજ્ઞાસાબેન તેમના પતિને જાણ કરતા તેઓ ઘરે આવ્યા હતા. તેઓએ ઘરે પહોંચીને જોતા ઘરનો દરવાજાને મારેલ તાળું તૂટેલું હતું અને ઘરની અંદર સામાન અસ્તવ્યસ્ત પડેલો હતો.

બેડરૂમમાં મુકેલા કબાટો તૂટેલા હતા અને તેમાં મુકેલા સોનાના દાગીના ગાયબ જણાયા હતા. જેમાં સોનાની ચેન, સોનાનું મંગળસૂત્ર, સોનાની બુટ્ટી, વીંટી મળી પોણા બે તોલા કિંમત રૂ. 72 હજાર અને રૂ.5 હજાર રોકડા મળી કુલ રૂ.77 હજારની ચોરીની ફરિયાદ નોંધાવતા વધુ તપાસ જલાલપોર પીઆઇએ હાથ ધરી હતી.

ચોરી કર્યા બાદ આરોપી હોટેલમાં રોકાયો હતો
જલાલપોરના ડી સ્ટાફના અહેકો દિગ્વિજયસિંહ, ફુલાભાઇ ગાંડાભાઇ તથા પોકો વિજયભાઇ દેવાયતભાઇને બાતમી મળી હતી કે નવસારી રેલવે સ્ટેશન પાસે આવેલી હોટલમાં ચોરી કરનાર રોકાયેલો છે. બાતમીને પગલે પોલીસે હોટલમાં તપાસ કરતા તસ્કર શફી અબ્દુલ શેખ (રહે. 35/9-મસ્જીદ ગલી, પુના, હાલ રહે. ભિવંડી, મહારાષ્ટ્ર)ની અટક કરી હતી.

પોલીસે તેની પાસેથી ચોરી કરવા માટેનો સામાન લોખંડનો પીચીયો તથા સોનાના દાગીના વીંટી, પેન્ડન્ટ, નથણી મળી આવી હતી. પોલીસે પૂછપરછ કરતા તેણે જલાલપોરના રાધિકા લેક્વ્યૂ એપાર્ટમેન્ટના બંધ મકાનમાંથી ચોરી કરી હોવાનું કબૂલતા પોલીસે તેની ધરપકડ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...