બીજા ડોઝનું રસીકરણ:જિલ્લામાં બાકી રહેલાને રસી આપવા 75 ટીમ ફરશે

નવસારી12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બીજા ડોઝનું રસીકરણ હજુ ઘણું બાકી છે

જિલ્લામાં 16 જાન્યુઆરીથી શરૂ થયેલ 18+ના કોવિડ રસીકરણમાં હવે પ્રથમ ડોઝનું રસીકરણ પૂર્ણતા તરફ છે. હાલ રહેતા ખૂબ જ ઓછા રસી લેવાપાત્ર લોકોનો પહેલો ડોઝ બાકી છે,જોકે પહેલો ડોઝ લીધો હોય એવા 1.89 લાખ લોકોનો બીજો ડોઝ બાકી છે.જેમાં ઘણા લોકોનો બીજા ડોઝનો સમય થયો નથી પણ હજારો લોકોનો સમય થવા છતાં રસી લીધી નથી.

આ સ્થિતિમાં રાજ્ય સરકારની સૂચના મુજબ નવસારી જિલ્લામાં પણ ઘર ઘર રસીકરણ દસ્તક અભિયાન શરૂ થયું છે.જે માટે આરોગ્ય વિભાગની 75 ટીમ બનાવાઈ છે. આ ટીમો ઘરે ઘરે ફરશે અને જેમનો પહેલો અને બીજો ડોઝ બાકી છે તેમના રસીકરણની કાર્યવાહી કરશે. આ અભિયાન 30 નવેમ્બર સુધી ચાલનાર હોવાનું જાણવા મળ્યું છે.

ગુરૂવારે 5895 જણાને રસી આપવામાં આવી
જિલ્લામાં ગુરૂવારે વધુ 5895 જણાને કોવિડ રસી અપાઈ હતી, જેમાં 5492 લોકોને બીજો ડોઝ અને માત્ર 303 જણાને પહેલો ડોઝ અપાયો હતો. તાલુકાવાર રસીકરણ જોઈએ તો નવસારીમાં 1425,જલાલપોરમાં 1007, ગણદેવીમાં 1300, ચીખલીમાં 907, ખેરગામમાં 312 અને વાંસદા તાલુકામાં 835 જણાને રસી અપાઈ હતી.

અન્ય સમાચારો પણ છે...