તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બેઠકમાં નિર્ણય:જિલ્લામાં આદિજાતિ વિસ્તારમાં 2552 લાખના ખર્ચે 744 વિકાસ કામો હાથ ધરાશે

નવસારી3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • નવસારીમાં પ્રભારી મંત્રીના અધ્યક્ષસ્થાને જિલ્લા આદિજાતિ વિકાસ મંડળની મિટીંગ મળી

નવસારી જિલ્લા કલેકટર કચેરીના સભાખંડમાં રાજયના આદિજાતિ વિકાસ, વન, મહિલા અને બાળ કલ્યાણ મંત્રી અને જિલ્લાના પ્રભારી મંત્રી ગણપતસિંહ વસાવાના અધ્યક્ષસ્થાને નવસારી જિલ્લા આદિજાતિ વિકાસ મંડળની બેઠક યોજાઇ હતી.\nબેઠકમાં નવસારીના ધારાસભ્ય પિયુષભાઇ દેસાઇ, ગણદેવીના ધારાસભ્ય નરેશભાઇ પટેલ, વાંસદાના ધારાસભ્ય અનંતભાઇ પટેલ, જિલ્લા પંચાયતના પ્રમુખ ભીખુભાઇ આહિર, જિલ્લા કલેકટર અમિત પ્રકાશ યાદવ, જિલ્લા વિકાસ અધિકારી અર્પિત સાગર ઉપસ્થિત રહ્યાં હતા.

બેઠકમાં પ્રભારી મંત્રી ગણપતભાઇ વસાવાએ જણાવ્યું હતું કે, કોવિડ-19 માં જિલ્લા વહીવટીતંત્રે કરેલ કામગીરી બદલ અભિનંદન પાઠવ્યા હતા. કોવિડ દરમિયાન જિલ્લા આદિજાતિ વિકાસ મંડળની બેઠક બોલાવી ન્યુ ગુજરાત પેટર્ન આયોજન સને 2021-22માં નવસારી જિલ્લાના આદિજાતિ વિસ્તારમાં 96 ટકા વિવેકાધિન સંભવિત જોગવાઇમાં વિવિધ 744 જેટલા વિકાસકામો માટે 2552 લાખની જોગવાઇ કરી મંજૂરી આપવામાં આવી છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, 2020-21ના બાકી રહેલા કામો માટે તાત્કાલિક આયોજન હાથ ધરી સમયમર્યાદામાં ઉચ્ચ ગુણવત્તાયુકત કામો પૂર્ણ કરવા અધિકારીઓને સૂચના આપી હતી તેમજ આદિજાતિ વિસ્તારના આરોગ્ય કેન્દ્રોમાં ઓક્સિજન પ્લાન્ટ કાર્યરત કરવા, કોરોનાની ત્રીજી લહેર પહેલા આરોગ્ય વિભાગ જરૂરી તૈયારીઓ કરી લેવા તેમજ આરોગ્ય વિભાગને તમામ આરોગ્યલક્ષી સાધનોની સગવડ ઉપલબ્ધતા માટેના આયોજન કરવા ભાર મૂકયો હતો. બેઠકમાં તાલુકા પંચાયતના પ્રમુખો, વિવિધ અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતા.

અન્ય સમાચારો પણ છે...