તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દરોડો:નવસારીના લુન્સીકુઈ વિસ્તારમાં આવેલા એપાર્ટમેન્ટના પાર્કિંગમાં રાખેલી કારમાંથી ઈંગ્લીશ દારૂની 72 બોટલ મળી આવી

નવસારી7 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પોલીસે બે શખ્સોની ધરપકડ કરી, બે ફરાર

નવસારી શહેર અને જિલ્લામાં બુટલેગરો બેફામ બન્યા હોય તેમ પોલીસનો ડર રાખ્યા વગર બિન્દાસપણે દારૂની હેરાફેરી કરી રહ્યા છે. ત્યારે આ પ્રોહિબિશનના ગુનાઓને ડામવા માટે જિલ્લા પોલીસ વડા ઋષિકેશ ઉપાધ્યાય દ્વારા કડક સૂચનાઓ આપવામાં આવતા ટાઉન પોલીસને મળેલી બાતમી મુજબ લુન્સીકુઈ જેવા પોશ વિસ્તારમાં આવેલા પરિક્રમા એપાર્ટમેન્ટના અંડરગ્રાઉન્ડ પાર્કિંગમાં પાર્ક થયેલી સેન્ટ્રો કારની ડીકી માંથી 72 નંગ વિદેશી દારૂની બાટલી તથા ટીન બિયર મળી 32800 નો મુદ્દામાલ જપ્ત થયો હતો.

આ સમગ્ર કેસમાં બે આરોપી ની ધરપકડ કરવામાં આવી છે જેમાં ઈલિયાસ અબ્દુલ મુલતાની કે જે પરિક્રમા એપાર્ટમેન્ટમાં લિફ્ટમેન તરીકે કામ કરતો હતો સાથે અલ નાસિર અબ્બાસ શેખ આ દારૂ અને હેરાફેરીમાં સંકળાયેલા હતા અને બે આરોપીને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે જેમાં મુન્ના પીંજારા ઉર્ફે અબ્દુલ સત્તાર અને સાજીદ ઈકબાલ શેખ અને કિશોર ગાંધીની શોધખોળ હાથ ધરવામા આવી છે.

અન્ય સમાચારો પણ છે...