પડતા પર પાટું, તાત ફરી ચિંતાતુર:માવઠાથી નવસારી-વલસાડ જિલ્લાના 70 હજાર હેક્ટર કેરીના પાકને જોખમ

નવસારી18 દિવસ પહેલાલેખક: ભદ્રેશ નાયક
  • કૉપી લિંક
  • સોમવારે નવસારીમાં બપોર બાદ વાતાવરણ પલટાયું, વલસાડમાં પા થી અડધો ઇંચ વરસાદથી ખેડૂતોના જીવ તાળવે

દક્ષિણ ગુજરાતના નવસારી અને વલસાડ જિલ્લાના અનેક વિસ્તારોમાં સોમવારે કમોસમી વરસાદ પડતાં અહીંના ખુબ જ મહત્ત્વના કેરીના પાક સામે જોખમ ઉભુ થયું છે. દ.ગુજરાતના નવસારી અને વલસાડ જિલ્લાના મુખ્ય પાકોમાં ડાંગર સાથે કેરીના પાકની પણ ગણતરી થાય છે. જ્યાં વલસાડ જિલ્લામાં 37 હજાર હેક્ટરમાં કેરીનું વાવેતર છે ત્યાં નવસારી જિલ્લામાં 33 હજાર હેક્ટરમાં છે. આ પાક ઉનાળાની મોસમમાં એક જ વખત તૈયાર થતો હોય છે. મળતી માહિતી મુજબ બન્ને જિલ્લામાં કેરીનો જે પહેલો ફાલ હતો તેમાં મરવા (નાની કેરી) આવી ગઇ છે.

જ્યારે બીજા ફાલમાંઆગામી દિવસોમાં આવશે. બન્ને જિલ્લામાં હાલ સુધી કેરીના પાકનીએકંદરે સ્થિતિ સારી હતી ત્યાં સોમવારે બન્નેજિલ્લામાં કમોસમી વરસાદ પડ્યો હતો. વલસાડ જિલ્લાના તમામ 6 તાલુકામાં બપોર બાદ ઝાપટાં શરૂ થયા હતા, જે સાંજે પણ જારી રહ્યાં હતા અને અનેક વિસ્તારોમાં પા થી અડધો ઇંચ પાણી પડી ગયું હતું.

ઝરમર વરસાદને પગલે મોટી નુકસાનીના એંધાણ
બીજી તરફ નવસારી જિલ્લામાં ચીખલી અને વાંસદા તાલુકામાં પણ ઝાપટાં પડ્યા હતા. જોકે નવસારી, બીલીમોરા પંથકમાં વાદળછાયુ વાતાવરણ થયું અને માંડ છાંટણા થયા હતા. અચાનક થયેલ માવઠાએ અહીંનાકેરી પકવતા ખેડૂતોના જીવ ઉંચા કરી દીધા હતા. બન્ને જિલ્લામાં થયેલ 70 હજાર હેક્ટર કેરીના વાવેતર સામે જોખમ ઉભુ થયું હતું. હાલ વરસી રહેલા ઝરમર વરસાદને પગલે મોટી નુકસાનીના એંધાણ નથી, પરંતુ કેરીના પાક ઉપર તેની માઠી અસર થવાની શક્યતા જોતા ખેડૂતોની ચિંતામાં પણ વધારો થયો છે.

સતત 2 વર્ષથી માવઠાના કારણે ખેડૂતોને નુકસાન
વાતાવરણનો માર અહીંનાકેરી પકવતા ખેડૂતોને છેલ્લા બે-ત્રણ વર્ષથી પડી રહ્યો છે. બે વર્ષ અગાઉ તાઉતેવાવાઝોડાને કારણે તૈયાર માલ ભોંયભેગો થયો હતો ત્યાં ગત વર્ષે પણ કમોસમી વરસાદથી પાક ઓછો ઉતર્યો હતો.

છેલ્લા 8 વર્ષમાં સૌથી વધુ પાકની શક્યતા પણ..
આમ તો દર વર્ષે કેરીનો પાક સરખો આવતો નથી. ઓછુ-વધતુ પ્રમાણ રહે છે. છેલ્લા કેટલાક વર્ષોથી પાક ઓછો ઉતરી રહ્યો હતો. જોકે ચાલુ સાલ છેલ્લા 8 વર્ષમાં સૌથી વધુ પાક નજરે પડી રહ્યો છે. આ સ્થિતિમાં વાતાવરણ પુન: પાક ઉપર જોખમ ઉભુ કરી રહ્યું છે.

વધુ બે-ત્રણ દિવસ વરસાદી વાતાવરણ રહે તો નુકસાન થવાની પ્રબળ શક્યતા
વરસાદી વાતાવરણ બનતા કેરી પર તેની અસર અંગે કૃષિ તજજ્ઞ, પરિયા ફાર્મના ડો. ડી.કે.શર્માએ તેમના મંતવ્યો જણાવ્યા હતા અને ખેડૂતોને ઉપયોગી માહિતી પૂરી પાડી હતી.

સવાલ : જે વરસાદ પડ્યો તેની કેરી ઉપર અસર ? જવાબ : જેમાં મરવાથી મોટુ ફળ થઇ ગયું તેને કોઈ અસર થશે નહીં પણ 15-20 દિવસમાં ફ્લાવરીંગ થયું તેમાં નુકસાનીની શક્યતા છે. ખરણ થશે. સવાલ : નુકસાની શું થઇ શકે ? જવાબ : એક દિવસ બાદ હજુ બે-ત્રણ દિવસ વરસાદી વાતાવરણ રહે તો રોગ જીવાત ઉપદ્રવ થઇ શકે છે. બુખી છારો, ચૂસીયાનોઉપદ્રવ થઇ શકે. સવાલ : હાલમાં કેરીના પાકની સ્થિતિ કેવી ? જવાબ : 20 ટકા પાકમાંફળ થોડુમોટુથયું છે અને 80 ટકામાં 15-20 દિવસ અગાઉ મોર આવ્યા છે. આ નવા મોરમાં નુકસાનીની શક્યતા છે. સવાલ : વરસાદ બાદ પાકને બચાવવા શું તકેદારી લઇ શકાય? જવાબ : આમ તો એક દિવસ બાદ વાતાવરણ ખુલ્લુ થઇ જાય તો વાંધો ન આવે પણ બે ત્રણ દિવસ આ‌વુ વાતાવરણ રહે તો ત્યારબાદ દવાનો સ્પ્રે કરવો પડે.

અન્ય સમાચારો પણ છે...