તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આશંકા:નવસારી જિલ્લામાં બર્ડફ્લૂના 70 સેમ્પલ લઇ અમદાવાદ મોકલાયા, તાપી જિલ્લામાં બર્ડફ્લૂ દેખાતાં તંત્ર સાબદું

નવસારી19 દિવસ પહેલા
 • કૉપી લિંક

તાપી જિલ્લામાં બર્ડફલુના કેસ દેખાતા વહીવટી તંત્ર સાબદું બન્યું છે. નવસારી જિલ્લામાં પણ તકેદારીના ભાગરૂપે અલગ અલગ તાલુકામાં મરઘા ફાર્મની ચકાસણી કરવામાં આવી રહી છે. અત્યાર સુધીમાં નવસારી જિલ્લામાં કુલ 70 સેમ્પલ લેવાયા છે અને પરીક્ષણ માટે અમદાવાદ લેબોરેટરી મોકલાયા છે.

નવસારી જિલ્લામાંથી ડો. જીતેન્દ્ર વલવાણી અને ડો. હિતેશભાઈ પટેલની તાપીમાં નિમણૂંક આપવાની તજવીજ હાથ ધરાઈ હોવાની માહિતી સાંપડી છે. નવસારી જિલ્લામાં વાંસદા તાલુકાના મનપુર અને ચીખલીના સિયાદા તેમજ ડાંગ જિલ્લામાં આવતા વઘઇ તાલુકાના સીતાપુર ગામમાં આવતા અલગ અલગ જગ્યાએ ત્રણ મોટા મરઘા ફાર્મની ચકાસણી કરવામાં આવી હતી. આ 3 જગ્યામાંથી 70 જેટલા સેમ્પલ લઇને અમદાવાદ લેબમાં ચકાસણી અર્થે મોકલ્યા છે.જેના રિપોર્ટ હજી આવ્યા નથી.

નવસારીમાં હજુ સુધી બર્ડફ્લૂનો કેસ નહીં
નવસારી જિલ્લામાં હાલના તબક્કે બર્ડ ફ્લુનો કેસ નોંધાયો નથી પરંતુ અન્ય જિલ્લામાંથી બર્ડ ફ્લુનો વાવર નવસારી પહોંચે નહીં તે માટે અત્યારથી ફરજના તમામ સ્ટાફને કામે લગાડાયો છે. આ ઉપરાંત નવસારી જિલ્લામાંથી ફરજ પરના બે ડોક્ટરને તાપી જિલ્લા માટે હાલ પૂરતી બદલી કરાઈ છે. > ડો. ધર્મેન્દ્રસિંહ ઠાકોર, ઈનચાર્જ જિલ્લા પશુપાલન અધિકારી, નવસારી

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો