કલાને પ્રોત્સાહન:માહ્યાવંશી નારીશક્તિ અભિયાનમાં 70 સ્પર્ધકોએ ‘મારા ઘરની રંગોળી’ વર્ચ્યુઅલ સ્પર્ધામાં ભાગ લીધો

નવસારીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જયુરી અને સમાજના ઓનલાઇન મત મેળવી કૃતિ પસંદ કરી ઈનામો અપાયા

માહ્યાવંશી સમાજ-સમગ્ર ભારત સંગઠનના માહ્યાવંશી નારીશક્તિ અભિયાન અંતર્ગત દિવાળીના તહેવારમાં વર્ચ્યુઅલ રંગોળી સ્પર્ધા “મારાં ઘરની રંગોળી”MSSB22 નું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં 70 સ્પર્ધકોએ ભાગ લીધો હતો. MSSB22 ની સ્પર્ધામાં નવસારી, ગણદેવી, મરોલી, દમણ, વલસાડ, મુંબઈ, સુરત, બારડોલી, નેત્રંગ, કીમ, કોસંબા, નડિયાદ, ગાંધીનગર,અમદાવાદ જેવા વિસ્તારોના 70 જેટલા સ્પર્ધકોએ ભાગ લીધો હતો.

જેમાં જયુરી અને ઓનલાઇન સમાજના મત મેળવી યોગ્ય કૃતિઓની પસંદગી કરવામાં આવી હતી અને વિજેતા જાહેર કરી ઇનામો આપવામાં આવ્યા હતા. વધુમાં ભાગ લેનાર દરેક સ્પર્ધકોને સર્ટીફિકેટ એનાયત કરી તેમને પ્રોત્સાહિત પણ કરવામાં આવશે. આ સ્પર્ધામાં પ્રથમ ઇનામ સિંગલ વિભાગમાં ગણદેવી જ્યારે જોડી (કપલ)માં સુરત નેત્રંગના સ્પર્ધક પ્રથમ ક્રમે વિજેતા જાહેર થયા હતા. દરેકને શુભકામના આપી ઇનામ અને સર્ટીફિકેટ વિપુલભાઈ ચૌહાણ, સાંઈ અર્પણ ટેક્સ ફેબ,સુરત દ્વારા એનાયત કરવામાં આવ્યા હતા. સંગઠનના સંયોજક નિતિન ચૌહાણ અને ટીમ તરફથી ભાગ લેનાર સમાજના દરેક સ્પર્ધકોનો આભાર માનવામાં આવ્યો હતો.

વિજેતાઓની યાદી
સિંગલમાં પ્રથમ વિજેતા રજની પી.પટેલ (ગણદેવી, નવસારી), દ્વિતીય દિપ્તી એન.પરમાર (પાંડેસરા, સુરત) અને ઈશા ચૂનાવાલા (નવસારી) તેમજ તૃતીય ક્રમે તૃપ્તિ ભાવેશ સુરતી (સુરત), અને દિવ્યા રાઠોડ (મરોલી, નવસારી) વિજેતા બન્યા હતા. જ્યારે જોડી-કપલમાં ચેતનભાઈ મહેતા અને સોનલ મહેતા (નેત્રંગ, કામરેજ, સુરત) વિજેતા બન્યા હતા.

અન્ય સમાચારો પણ છે...