તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગૌરવ:7 વર્ષીય દ્રષ્ટિની ગિનિઝ વર્લ્ડ રેકોર્ડમાં દાવેદારી

નવસારી6 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • 1 મિનિટમાં 64 ફોરવર્ડ વોકઓવર કર્યુ

નવસારીની દ્રષ્ટિ પંકજભાઇ જૈશવાલે માત્ર 7 વર્ષની ઉંમરે 1 મિનિટમાં 64 વખત ફોરવર્ડ વોકઓવર કરી ગિનિઝ વર્લ્ડ રેકોર્ડ માટે પ્રબળ દાવેદારી નોંધાવી છે. નવસારીમાં રહેતી દ્રષ્ટિ જૈશવાલ માત્ર 4 વર્ષની ઉંમરેથી જ નવસારીની મદ્રેસા હાઇસ્કૂલમાં જિમ્નાસ્ટિકની તાલીમ લઇ રહી છે. દ્રષ્ટિ 1 મિનિટમાં સૌથી વધુ 64 વખત ફોરવર્ડ વોકઓવર કરીને ચેન્નાઇની જ વર્લ્ડ રેકોર્ડ હોલ્ડર ગરિમા પનસારીનો રેકોર્ડ તોડીને સૌથી નાની વયે ફોરવર્ડ વોક ઓવરનો વર્લ્ડ રેકોર્ડ પોતાના નામે અંકિત કરવા દાવેદારી નોંધાવી છે.

દ્રષ્ટિ જૈશવાલે નવસારીની મદ્રેસા હાઇસ્કૂલ રમતગમત ગ્રાઉન્ડમાં પોતાનું દિલધડક પર્ફોમન્સ બતાવી ગિનિઝ વર્લ્ડ રેકોર્ડ માટે પ્રબળ દાવેદારી કરી છે. દ્રષ્ટિ જૈશવાલ ખૂબ જ ઝડપી ફોરવર્ડ વોકઓવર કરી વિશ્વકક્ષાએ સિદ્ધિ અંકિત કરવા બદલ શિક્ષકો, વિધાર્થીઓ અને નવસારીની જનતાએ વધાવી લઇ અભિનંદન પાઠવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

  વધુ વાંચો