સુવિધા કે દુવિધા:ઇટાળવા છાત્રાલયમાં ધૂળ ખાતા 7 RO પ્લાન્ટ, ટૂથપેસ્ટ, સાબુ, શેમ્પુ, કોપરેલ એક્સપાયરી ડેટના

નવસારીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ઈટાળવા સ્થિત સરકારી છાત્રાલયમાં આરઓ પ્લાન્ટ બંધ - Divya Bhaskar
ઈટાળવા સ્થિત સરકારી છાત્રાલયમાં આરઓ પ્લાન્ટ બંધ
  • જ્યાં ગંદા પાણીનો નિકાલ થઇ રહ્યો છે ત્યાં જ આવેલા બોરના પાણીનો ઉપયોગ પીવા અને રસોઇ માટે કરાઇ રહ્યો છે

નવસારીમાં વિશાલનગરમાં આવેલ આદિજાતિ વિભાગ સંચાલિત સરકારી કુમાર છાત્રાલયમાં છેલ્લા 3 વર્ષથી છાત્રોને સરકાર તરફથી અપાતી વિવિધ સુવિધાઓ નહીં અપાતા છાત્રાલયના વોર્ડનને વારંવાર રજૂઆત કરવા છતાં તેમણે નહીં સાંભળતા આખરે કલેકટરની કચેરીએ ન્યાય માટેની ધા નાંખી છે. આ બાબતે ઉકેલ લાવવા કલેકટરને અરજ કરી છે. 26મી મે-2017એ તત્કાલિન મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે લોકાર્પણ થયેલ ઇટાળવા ગામે સરકારી કુમાર છાત્રાલય બે વર્ષ સારી રીતે ચાલ્યા બાદ છાત્રોને પાયાની સુવિધાઓ મળતી નહીં હોવાની રાવ છાત્રોએ લેખિતમાં કલેકટરને કરી હતી.

જ્યાં પાણીનો બોર છે ત્યાં જ ગંદકી.
જ્યાં પાણીનો બોર છે ત્યાં જ ગંદકી.

આ છાત્રાલયમાં સાત જેટલા આર.ઓ.પ્લાન્ટ હોવા છતાં એકપણ પ્લાન્ટ હાલમાં કાર્યરત નથી. જ્યાંથી પાણીનો નિકાલ થાય તે જગ્યાએ પાણીનો બોર આવેલ હોય તેમાંથી પાણી રસોઈ અને પીવામાં ઉપયોગ થતો હોય છે. છાત્રાલયમાં છાત્રો માટે આવતી કીટ જેમાં ટૂથપેસ્ટ, સાબુ શેમ્પુ, કોપરેલ વગેરે એક્સપાયરી ડેટવાળી આપવામાં આવી હતી.

સરકાર દ્વારા પૂરતું રાશન આપવામાં આવે છે પણ છાત્રોને પૂરતું ભોજન આપવામાં આવતું નથી, જેના કારણે ખોરાકનો બગાડ થાય છે. ખોરાકમાં ઘણીવાર જીવાત પણ નીકળતી હોય છે. કલેકટરને રૂબરૂમાં આપેલા આવેદનપત્રમાં 150થી વધુ છાત્રોની અપીલ સાંભળીને તુરંત સમસ્યાનો ઉકેલ આવે તે માટે વિનંતી કરી હતી.

ચોમાસામાં હાલત દયનીય
સરકારી કુમાર છાત્રાલયમાં ચોમાસામાં હાલત ખરાબ થઈ જાય છે. 5 વર્ષથી ડામર રસ્તો બનાવાયો નથી. અહીં પાણી ફરી વળતા છાત્રોએ 3 ફૂટ પાણીમાં આવન જાવન કરવાની નોબત આવે છે. જેથી છાત્રોની હાલત દયનીય બને છે. મેદાન નહીં હોય છાત્રોમાં રમવું ક્યાં એ મૂંઝવણ છે. આ ઉપરાંત ખાવામાં જીવાત આવે છે તેમજ આ છાત્રાલયની મુલાકાત ખૂબ ઓછી લે છે.

સમસ્યા નિવારવા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે
જ્યાં પાણી નિકાલ થાય છે ત્યાં ગટરલાઈન ખાળકૂવાથી ઉભરાઈ છે. આર એન્ડ બીને પત્ર લખ્યો છે. તેઓ આવીને તપાસ કરી ગયા પણ હાલમાં પાણી વધુ હોય વેકેશન દરમિયાન પાણી નિકાલની લાઈન બનાવવામાં આવશે. આર.ઓ. પ્લાન્ટની સર્વિસ થાય છે પરંતુ જુના થયા હોય બગડવાની સમસ્યા ઉભી થઇ છે. કીટ લોકડાઉન વખતની હતી, હાલમાં નવી કીટ આપવામાં આવી છે. એકવાર છાત્રોને રમતગમતની સ્પર્ધા રમાડવામાં આવે છે, જમવાનું સારું આપવામાં આવે છે. - જીગરભાઈ, વોર્ડન, સરકારી કુમાર છાત્રાલય

અન્ય સમાચારો પણ છે...