તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધરપકડ:ડાલકીમાં 6 ગૌવંશ વેચનારા 8 પૈકી 7 કોર્ટ કસ્ટડીમાં ધકેલાયા

નવસારી2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • જિલ્લામાં પ્રથમવાર ગાય વેચનારા વિરુદ્ધ કાર્યવાહી
 • અગાઉ માત્ર કસાઇઓ સામે ફરિયાદ નોંધાતી હતી

જલાલપોરના ડાલકી ગામેથી સુરતના ભાઠેનાં ગામે રહેતા ખાટકીઓને કેટલાક લોકોએ ગાયને વેચી દીધી હતી. ગાયોની ડિલીવરી લેવા ટેમ્પામાં કસાઇઓ વહેલી સવારે આવ્યા હતા. બાતમીને આધારે ગૌરક્ષકો અને મરોલી પોલીસે ટેમ્પો કબજે કરતા કસાઇઓ ઘટનાસ્થળેથી ભાગી જવામાં સફળ રહ્યા હતા.

પોલીસે ગાય વેચનારા વિજય ભીખા દાતણીયા, તેની પત્ની જયાબેન વિજય દાતણીયા અને રાજુ બાલુભાઈ દાતણીયા (તમામ રહે. ડાલકી) અને જયંતિ બાલા આહીર, રતન રમેશભાઈ આહીર, સોમાભાઈ કાઠુંડ અને ભીખીબેન રવજી આહીર (તમામ રહે. સીમળગામ, જલાલપોર)ની પોલીસે ગાયને વેચી દેવાના પ્રકરણમાં અટક કરી હતી. તેઓને બુધવારે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા જેમાં કોર્ટે 1 આરોપી વૃદ્ધા હોય તેમના જામીન મંજૂર કર્યા હતા, જયારે 7 આરોપીના કોર્ટે જામીન નામંજૂર કર્યા હતા. પહેલા પોલીસ દ્વારા પશુ ખરીદનારા સામે જ કાર્યવાહી કરાતી હતી, હવે પશુ વેચનારા સામે પણ કાર્યવાહી કરાતા કસાઇઓને માત્ર આર્થિક ઉપાર્જન માટે વેચી નાંખનારામાં ફફડાટ વ્યાપી ગયો છે.

નવા કાયદાની જોગવાઈ અનુસાર પગલાં લીધા
હાલમાં સરકાર દ્વારા પસાર કરાયેલા ગુજરાત પશુ સંરક્ષણ અધિનિયમ અને પશુ ક્રૂરતા અધિનિયમની કલમો હેઠળ પહેલા માત્ર કસાઇઓ સામે જ કાર્યવાહી થતી હતી. હાલમાં ડાલકી ગામે જે ગાયો વેચવામાં આવી તે ગાયો બિનફળદ્રુપ હોય તેને વેચી કતલખાને મોકલનાર તત્વો વિરુદ્ધ પોલીસે કડક કાર્યવાહી કરી છે. હવે મૂંગા પશુઓને વેચનારા અને કતલખાને વેચી દેનારા વિરુદ્ધ સરકારના નવા કાયદા મુજબ કાર્યવાહી થશે. > એમ.એસ.સગર, પીઆઈ, મરોલી

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

  વધુ વાંચો