કોરોના મહામારી:નવસારીમાં વધુ 7 પોઝિટિવ કેસ, કુલ આંક 1427 થયો

નવસારી2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

નવસારી જિલ્લામાં કોરોનાના વધુ 7 દર્દી બહાર આવવાની સાથે કુલ કેસ 1427 થયા છે. શનિવારની સરખામણીએ રવિવારે 4 કેસ વધવા પામ્યા હતા. જે નવા કેસો બહાર આવ્યા તેમાં ચીખલી તાલુકાના જ 4 કેસ છે.જેમાં મિયાઝરી ગામના 2 અને સાડકપોર, સોલધરા ગામના એક -એક કેસ હતા.

આ ઉપરાંત ખેરગામ તાલુકાના વાડ ગામે, વિજલપોરની શીતલપાર્ક સોસાયટીમાં અને નવસારીના જલાલપોર વિસ્તારના ગૌરીશંકર મહોલ્લા વિસ્તારમાં પણ એક -એક કેસ નોંધાયા હતા. શનિવારે તો માત્ર 3 જ કેસ બહાર આવ્યા હતા. જેમાં રવિવારે વધારો થયો હતો. વધુ 7 કેસની સાથે જિલ્લાના કુલ પોઝિટિવ કેસ 1427 થઈ ગયા છે. કોરોનાની સારવાર લેતા 8 દર્દી રિકવર પણ થયા હતા. હોસ્પિટલમાં સારવાર લેતા 5દર્દી પણ રિકવર થતા તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. જેની સાથે કુલ રિકવરની સંખ્યા 1290 થઈ છે. હાલ 36 એક્ટિવ કેસ જ છે.

અન્ય સમાચારો પણ છે...