તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વરસાદનું આગમન:7 દિવસ બાદ જિલ્લાના ચાર તાલુકામાં મેઘ મહેર

નવસારી, ચીખલીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • નવસારી સહિત 3 તાલુકામાં 1 ઇંચ વરસાદ

નવસારી જિલ્લામાં સપ્તાહ બાદ શનિવારે સવારથી આકાશમાં કાળાવાદળો છવાઇ જતા ઉકળાટ થવા લાગ્યો હતો. બાદમાં બપોરે 12 વાગ્યા બાદ વરસાદનું આગમન થયું હતું. વરસાદને પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. નવસારીમાં ફ્લડ કંટ્રોલમાંથી મળતી માહિતી મુજબ નવસારીમાં 32 મિમી, જલાલપોરમાં 36 મિમી, ચીખલીમાં 10 મિમી, ખેરગામમાં 24 મિમી વરસાદ નોંધાયો હતો. જ્યારે ગણદેવી અને વાંસદા તાલુકા કોરાકટ રહ્યાં હતા.

ચીખલી તાલુકામાં શરૂઆતના વરસાદ બાદ છૂટા-છવાયા ઝાપટાને બાદ કરતાં છેલ્લા કેટલાક દિવસોથી સંપૂર્ણ વિરામ હતો. દરમિયાન શનિવારે બપોરના સમયે વાદળછાયા વાતાવરણ વચ્ચે મેઘરાજાનું ધીમીધારે આગમન થયું હતું અને સતત અડધો કલાક વરસાદને પગલે માર્ગો પરથી પાણી વહેતા થઈ ગયા હતા. લાંબા વિરામ બાદ વરસાદ વરસતા ખાસ કરીને ડાંગરના ધરૂને જીવતદાન મળવા સાથે ખેડૂતોને રાહત થઇ હતી.

સોમવારથી મહત્તમ વરસાદની આગાહી
નવસારી જિલ્લામાં શનિવારે છુટોછવાયો વરસાદ પડ્યા બાદ રવિવારે પણ છુટાછવાયો વરસાદ પડી શકે છે.ત્યારબાદ સોમવારથી બુધવાર 3 દિવસ જિલ્લાના મહત્તમ વિસ્તારમાં વધુ વરસાદ પડવાની આગાહી કરી છે

અન્ય સમાચારો પણ છે...