નવસારીનું ગૌરવ:7 સાયકલિસ્ટે 600 કિ.મી. અંતર કાપી તિરંગો લહેરાવ્યો

નવસારી23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સાયકલિસ્ટોએ દુનિયાનું બીજા નંબરનું 17982 ફીટ ઊંચુ શિખર સર કર્યુ

આઝાદીકા અમૃત મહોત્સવ નિમિતે ફીટ ઈન્ડિયા મુવમેંટના સ્લોગનથી નવસારીના સરેરાશ 55 વર્ષની ઉંમરના સાહસિક સાયકલિસ્ટો બોમી જાગીરદાર (ટાટા હાઈસ્કૂલ આચાર્ય ઉંમર 57), ડો. અજય મોદી (ઉં.વ.57), વિરાફ પીઠાવાલા (ઉ.વ. 57), પરસી સુરતી, શીતલ શાહ, હરીશ ટંડેલ ( ઉં.વ. 57)એ વિશેષ સિદ્ધિ હાંસલકરી ગુજરાત તથા નવસારીનું નામ ગુંજતું કર્યું છે.

આ સાયકલિસ્ટો નવસારીથી મનાલી ગયા અને ત્યાંથી સાયકલ ઉપર મનાલીથી વાયા રોહતાંગ થઈ લેહ-લડાખ-ખારડુંગલા સુધીની 600 કિ.મી.ની સાયકલિંગ કરી ગુજરાતને ગૈરવ અપાવ્યું છે. આ સાયકલિંગ દરમિયાન મનાલીથી નીકળતા અનેક ઘાટો-પહાડો અને પર્વતોની હારમાળા તે પણ બર્ફીલા અને સુસવાટ મારતી અતિશય ઠંડા પવનો વચ્ચે ઓક્સિજનનું પ્રમાણ જેમ જેમ ઊંચાઈ પર જતાં એ પણ ખુબજ ઘટતું જાય અને એવા સંજોગોમાં સામે સાયકલિંગ કરવાનું ખુબજ કઠિન અને જોખમ ભરેલું હતું.

સાપુતારા, આહવા, ડોન, વિલ્સન હિલની ચઢાઈની પ્રેક્ટિસ કામ આવી
નવસારીના તમામ સાયકલિસ્ટો બે મહિના પહેલા નવસારીથી સાપુતારા-આહવા-ડાંગ-ડોન અને વિલ્સન હિલની ચઢાઈ માટે વીકમાં ત્રણ વખત પ્રેકટીસ માટે સાયકલ પર જતાં અને આ પ્રેકટીસને કારણે જ ત્યાં ખુબજ ઓછા ઓક્સિજનના વાતાવરણમાં સાયકલિંગ કરી શક્યાં હોવાનું સાયકલિસ્ટોએ જણાવ્યું હતું.

15 થી 17 હજાર ફૂટના 6 શિખર સર કર્યા
પહાડોમાં સૌથી ઊંચું શિખર હોય એને પાસ કહેતા હોય છે. એવા 6 પહાડો એટલે કે છ શિખરો નવસારીના સાયકલિસ્ટોએ સર કર્યા, જેમાં રોહતાંગ પાસ 13058, બારા લાચલા પાસ 15912, નકીલા પાસ 15547, લાચુંગલા પાસ 16616, તાંગલાંગલાં પાસ 17482, ખારડુંગલા 17982 (દુનિયાનો બીજા નંબરનો રોડ મોટર બાઈક પાસ) આ રીતે લગભગ સરેરાશ 16000 ફીટની ઊંચાઈએ 6 શિખરો સર કર્યા છે.

અન્ય સમાચારો પણ છે...