સુવિધા:નવસારી જિલ્લામાં ST બસના બંધ થયેલા 7 રૂટ પુનઃ શરૂ કરાયા

નવસારીએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • એપ્રિલ-મેમાં શિડયુલ ઓછા કરાયા હતા

નવસારી જિલ્લામાં એપ્રિલ અને મેં માસમાં કોરોનાના વધતા કેસોને કારણે મુસાફરોની ઓછી આવન જાવનને કારણે એસટી નવસારીની આવકમાં પણ ઘટાડો આવી ગયો છે. જેમાં કુલ 80 રૂટ પૈકી 33 રૂટ ચાલુ હતા, પણ હાલમાં કોરોનાના કેસોમાં ઘટાડો આવવાની સાથે જ જૂન માસના બીજા સપ્તાહથી 7 રૂટને પુનઃ શરૂ કરાયા છે.

સલામત સવારી એસટી અમારી હોવા છતાં કોરોનાના વધતા જતા કેસોને કારણે લોકો મુસાફરી કરવાનું ટાળી રહ્યા છે. એપ્રિલ માસની શરૂઆતમાં જ કોરોનાના કેસોમાં વધારો થતાં એસટી બસમાં મુસાફરી ન કરતા દૈનિક રૂ.6.50 લાખથી 7 લાખ આવક હતી. તેને બદલે એક માસથી દૈનિક આવક ઘટાડો થઈ રૂ.2.50 લાખથી 2.75 લાખ થતી હતી. ત્યાર બાદ મેં માસમાં પણ કોરોનાના સંક્રમણને કારણે નવસારી શહેરમાં મીની લોકડાઉન લગાવી દેતા મુસાફરોની આવન જાવન ઓછી હતી.

જેને કારણે એસટીના શિડયુલ પણ 33 જ શરૂ હતા. હજુ પણ રાજ્યના ઘણા જિલ્લામાં રાત્રિ કરફ્યુને કારણે હજુ પણ બસના 50 ટકા જેટલા રૂટ બંધ છે. પણ જૂન માસમાં કોરોનાના કેસો ઘટવાને કારણે ઓફિસમાં 100 ટકા સ્ટાફની હાજરી અને અમુક છૂટછાટો આપતા નવસારી એસટી વિભાગ દ્વારા 7 રૂટ પુનઃ શરૂ કરવામાં આવ્યા છે.

અન્ય સમાચારો પણ છે...