તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના મહામારી:વાંદરવેલામાં 1 પોઝિટિવ સાથે ફેબ્રુઆરીમાં 7 કેસ, એક્ટિવ 3

નવસારી10 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • કુલ કેસ 1569, કુલ રિકવર 1464

નવસારી જિલ્લામાં ગુરુવારે કોરોનાનો એક પોઝિટિવ કેસ નોંધાયો હતો. કોરોનાની ચકાસણી માટે જિલ્લામાં બુધવારે 324 સેમ્પલ લેવામાં આવ્યા હતા, જેના ગુરુવારે રિપોર્ટમાં 1 પોઝિટિવ કેસ આવ્યો હતો. વાંસદા તાલુકાના વાંદરવેલા ગામે એક મહિલાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. આ કેસ સાથે વાંસદા તાલુકાના કુલ કેસ 135 અને જિલ્લાના કુલ કેસોનો આક 1569 થયો હતો.

ગુરુવારે કોરોનાની સારવાર લેતા 2 દર્દી રિકવર થયા હતા,જેની સાથે કુલ રિકવર સંખ્યા 1464 થઈ હતી. એક્ટિવ કેસ 3 જ રહ્યા હતા, જેમાં 1 દર્દી નવસારી સિવિલ હોસ્પિટલમાં અને 2 જણા હોમ આઇસોલેસનમાં છે. અહીં ઉલ્લેખનીય છે કે, વર્તમાન ફેબ્રુઆરી મહિનાના 18 દિવસોમાં જિલ્લામાં કોરોનાના 7 પોઝિટિવ કેસ બહાર આવ્યા છે. મહિનામાં અનેક દિવસ કેસ નોંધાયા ન હતા. જોકે આ મહિનામાં કોઈ દર્દીનું મૃત્યુ નોંધાયું નથી. પરંતુ એક તરફ ચૂંટણી પ્રચાર અને સભાઓમાં એકત્રીત થતી ભીડ અને શાળાઓ શરૂ થતાં હજુ કેસ વધવાની શક્યતા નકારી શકાય તેમ નથી. મુંબઇ સાથે જોડાયેલા નવસારીએ કોવિડ બાબતે જરા પણ બેદરકર થવું જોખમી બની શકે છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...

  વધુ વાંચો