• Gujarati News
  • Local
  • Gujarat
  • Navsari
  • 6569 Beneficiaries At The Hands Of Jitu Chaudhary. 913.17 Lakh Checks Distributed, 752 Works Inaugurated And 2852 Works Completed

આત્મનિર્ભર ગ્રામયાત્રા:જીતુ ચૌધરીના હસ્તે 6569 લાભાર્થીઓને રૂ. 913.17 લાખના ચેકનું વિતરણ, 752 કામોના લોકાર્પણ અને 2852 કામોના ખાતમુહૂર્ત કરાયાં

નવસારી15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લા પંચાયતની ૩૦ બેઠકો પર આત્મનિર્ભર ગ્રામયાત્રાના રથોનું જીતુ ચૌધરીએ પ્રસ્થાન કરાવ્યુ
  • કૃષિ તથા પશુપાલન વિભાગની યોજનાના લાભો અને સહાયનું વિતરણ પણ કરાયું
  • કુલ 752 કામોના રૂ. 811.17 લાખનાં લોકાર્પણ અને 2852 કામોના રૂ. 11641.33 લાખના ખાતમુહૂર્ત કરવામાં આવ્યાં

રાજ્ય સરકાર દ્વારા અમલીકૃત યોજનાઓની માહિતી છેવાડાના માનવી સુધી પહોંચાડવા માટે નવસારી જિલ્લામાં આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત આત્મનિર્ભર ગ્રામ યાત્રા કાર્યક્રમ સુરખાઇ ગામના જ્ઞાનકિરણ ઢોડિયા સમાજ વાડી ખાતે યોજાયો હતો. આ આત્મનિર્ભર ગ્રામ યાત્રા કાર્યક્રમ નવસારી જિલ્લાના પ્રભારી મંત્રી અને કલ્પસર અને મત્સ્યોદ્યોગ વિભાગના રાજ્યમંત્રી જીતુભાઇ ચૌધરીની ઉપસ્થિતમાં યોજાયો હતો. આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત આત્મનિર્ભર ગ્રામયાત્રા કાર્યક્રમમાં મત્સ્યોદ્યોગ વિભાગના રાજ્યમંત્રી જીતુભાઇ ચૌધરીના વરદ હસ્તે પાણી પુરવઠા અને વાસ્મો દ્વારા યોજનાકીય કામોનાં ઈ-ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવ્યાં હતાં. જેના અંતર્ગત નવસારી જિલ્લામાં જુદા જુદા વિભાગોના કુલ 752 કામોના રૂ. 811.17 લાખનાં લોકાર્પણ અને 2852 કામોના રૂ. 11641.33 લાખના ખાતમુહૂર્ત કરવામાં આવ્યાં છે. આ ઉપરાંત જિલ્લામાં મત્સ્યોદ્યોગ વિભાગના રાજ્યમંત્રી જીતુભાઇ ચૌધરીનાં વરદ હસ્તે 6569 લાભાર્થીઓને રૂ. 913.17 લાખના ચેક વિતરણ કરી સહાય પૂરી પાડવામાં આવી હતી. કૃષિ તથા પશુપાલન વિભાગની યોજનાના લાભો અને સહાયનું વિતરણ પણ મહાનુભાવોના હસ્તે કરવામાં આવ્યું હતું. તેમજ નવસારી જિલ્લા પંચાયતની ૩૦ બેઠકો ઉપર આત્મનિર્ભર ગ્રામયાત્રાનાં ત્રણ રથોને મત્સ્યોદ્યોગના રાજ્યમંત્રી જીતુભાઇ ચૌધરીએ પ્રસ્થાન કરાવ્યા હતા. આ પ્રસંગે નવસારી જિલ્લા કલેક્ટર અમિત પ્રકાશ યાદવ, જિલ્લા વિકાસ અધિકારી અર્પિત સાગર, જિલ્લા પંચાયત પ્રમુખ ભીખુ આહીર, નવસારીના ધારાસભ્ય પિયુષ દેસાઈ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક પી.કે.હડુલા સહિતના અધિકારીઓ સાથે પદાદિકારીઓ અને લાભાર્થીઓ તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...