કોલેરાગ્રસ્ત ગામ:અંબાડા ગામના ફળિયામાં પાણીની લાઇનમાં દૂષિત પાણી ભળી જતાં ઝાડા- ઉલ્ટીનો 63 એક્ટિવ કેસ નોંધાતા ખળભળાટ

નવસારી15 દિવસ પહેલા
  • અસરગ્રસ્ત દર્દીઓ મોટા ભાગે મજૂરી કરે છે
  • કલેક્ટરે ગામની મુલાકાત લઈ ગામને કોલેરાગ્રસ્ત જાહેર કર્યુ

નવસારી તાલુકાના અંબાડાગામના તળાવ ફળીયામાં સંભવિત પીવાના પાણીની લાઈનમાં ભંગાણ સર્જતા દૂષિત પાણી પાઈપલાઈનમાં ભળી જતા છેલ્લા બે દિવસથી ઝાડા-ઊલ્ટીનો વાવર ફાટી નીકળ્યો છે. હાલમાં અસરગ્રસ્ત 63 દર્દી પૈકી 34 દદીને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

31 દર્દીઓ ઘરે સારવાર લઈ રહ્યા છે. જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા અંબાડા ગામને કોલેરાગ્રસ્ત જાહેર કર્યું છે.આ અંગે જિલ્લા કલેક્ટરને જાણ થતાં આરોગ્ય વિભાગને યુદ્ધના ધોરણે તમામ આસપાસના ચાર ગામ ઉગત, તોડી, વસર, સીંગોડમાં આરોગ્ય વિભાગે સાફ-સફાઈ અભિયાન, દવાનો છટકાવની કામગીરી શરૂ કરી છે. સિંગોદ ગામને કોલેરા ભયગ્રસ્ત જાહેર કરાતા આરોગ્ય વિભાગ દોડતુ થઈ ગયું હતું અને અસરગ્રસ્ત દર્દીઓના રહેણાંક પાસે છંટકાવની કામગીરી હાથ ધરી હતી.

આરોગ્યની ટીમ દ્વારા ઘરે ઘરે સર્વેની અને પાણીના નમુના લઈ પૃથ્થકરણ માટે કામગીરી હાથ ધરી સુરત ખાતે સેમ્પલ મોકલવામાં આવ્યાં છે. જેમાં કોલેરાનો પોઝિટિવ નોંધાયેલા કુલ 63 પૈકી 31 દર્દીઓ ઘરે સારવાર કરાવી રહ્યા છે. મુનસાડ અને અંબાડા PHC ના આરોગ્ય કર્મી એક્ટિવ નવસારી તાલુકાનાં અંબાડા ગામે તળાવ ફળિયા વિસ્તારમાં ગઈકાલે પીવાના પાણીની મુખ્ય પાઈપ લાઈનમાં ભંગાણ સર્જાતા પીવાના પાણીમાં રિપોર્ટ આવ્યો હતો.

મંગળવારે તમામ દર્દીઓને નજીકની PHC માં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા હતા. અંબાડા ગામે બે જ દિવસમાં ઉપરાછાપરી ઝાડા-ઊલ્ટીના 63 કેસ મળી આવતા અને કોલેરો રિપોર્ટ પોઝિટિવ આવતાં જિલ્લા કલેકટરે અંબાડાને સમી સાંજે કોલેરાગ્રસ્ત જાહેર કર્યું હતું. જ્યારે તેની આજુબાજુમાં આવેલા ઉગત, તોડી, વસર અને સીગોદ એમ ચાર ગામોને કોલેરા ભયગ્રસ્ત જાહેર કરવામાં આવ્યા છે.

અંબાડા ગામે આરોગ્ય વિભાગની ટીમો દ્વારા ઘરે - ઘરે સર્વેની કામગીરી હાથ ધરી ઓઆરએસ અને દવાનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. સાથે જ ક્લોરીનેશનની કામગીરી હાથ ધરવામાં આવી છે. હાલમાં તકેદારીના ભાગરૂપે એક એમ્બ્યુલન્સ સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...