તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના સંક્રમણ:નવસારીમાં વધુ 20 પાેઝિટિવ સાથે એપ્રિલના 4 દિવસમાં 62 કેસ, એક્ટિવ કેસે સદી વટાવી

નવસારી8 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર

નવસારી જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસથી કોરોનાનો કહેર વર્તાઇ રહ્યો છે. જિલ્લામાં રવિવારે કોરોનાના વધુ 20 કેસ નોંધાતા તંત્રની દોડધામ વધી છે. જોકે વધતા જતા કેસો સામે દાંડીયાત્રા પણ પુરા મેળાવડા સાથે આગળ વધી રહી છે ત્યારે આગામી દિવસોમાં કોરોના સંક્રમણનો આંકડો ઝડપથી ઉપર જવાની શક્યતા છે. વહેલી તકે નવસારી જિલ્લામાં કોરોના સંક્રમણ અટકાવવા જિલ્લા વહીવટીતંત્ર દ્વારા નક્કર કામગીરી હાથ નહી ધરાય તો કોરોના બેકાબૂ બને તેવી સંભાવના પણ છે.

રવિવારે નોંધાયેલા કોરોનાના 20 કેસમાં વાંસદાના 5 વર્ષથી 14 વર્ષના 3 બાળકનો પણ સમાવેશ થાય છે. આ ઉપરાંત એક મહિલા ડોક્ટર સહિત 3 પરિવારના 9 સભ્ય કોરોના પોઝિટિવ આવતા તેઓ હાલ સારવાર હેઠળ છે. વાંસદામા એક જ દિવસમાં સૌથી વધુ 8 કેસ નોંધાયા છે.નવસારી જિલ્લામાં કોરોનાનું સંક્રમણ પૂરજોશમાં વધી રહ્યું છે. નવસારી જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા કોરોના સંક્રમણ અટકાવવા માટે સેમ્પલ લેવાની માત્રામાં પણ વધારો કર્યો છે પરંતુ તેની સાથે સાથે કોરોના કેસનો આંકડો પણ વધી રહ્યો છે.

નવસારી જિલ્લાના લોકો માટે આ બાબત ચિંતાજનક બની છે. વહીવટી તંત્ર દ્વારા જો કોરોના સંક્રમણ અટકાવવા તાકીદે પગલાં નહીં ભરાય તો જિલ્લામાં કોરોનાનો કહેર વર્તાય તેવી પૂરી શક્યતા છે. જિલ્લામાં સૌથી વધુ 8 કેસ વાંસદા તાલુકામાં નોંધાયા છે. જેમાં ત્રણ પરિવારના સભ્યો કોરોના સંક્રમિત થયા છે. જેમાં 5 વર્ષથી લઈ 14 વર્ષ સુધીના 3 બાળકનો પણ સમાવેશ થાય છે. આ ઉપરાંત નવસારી અને જલાલપોરમાં 4-4 કેસ, ગણદેવીમાં 1 અને ચીખલીમાં 3 મળી કુલ 20 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે.

જોકે રવિવારે 5 દર્દી સાજા થતા તેમને રજા અપાઇ છે. નવસારી જિલ્લામાં અત્યાર સુધી કોરોના મહામારીના શંકાસ્પદ વ્યક્તિના 167627 જેટલા સેમ્પલ લેવામાં આવ્યા છે.આજદિન સુધીમાં જિલ્લામાં કુલ 1773 પોઝિટિવ કેસ નોંધાયા છે. જિલ્લામાં કોવિડ હોસ્પિટલમાં કુલ 110 એક્ટિવ કેસ છે. જયારે 1561 દર્દી સાજા થતા રજા આપવામાં આવી છે. કોરોનાથી આજદિન સુધીમાં 102 વ્યક્તિના મૃત્યુ થયા છે.

1લી એપ્રિલથી જિલ્લામાં કોરોનાની સ્થિતિ
તારીખકેસની સંખ્યારજા અપાઇ
1/4/202184
2/4/2021183
3/4/20211617
4/4/2021205

કુલ કેસ -1773, ડિસ્ચાર્જ -1561, એક્ટિવ કેસ -110, આજદિન સુધીમાં મૃત્યુ -102.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

  વધુ વાંચો