સૂચના:નવસારી જિલ્લાના 42 હજાર ખેડૂતોના ખાતામાં 6000ની સહાય અટકી શકે છે

નવસારી21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સાડા 4 મહિના અગાઉ પીએમ કિસાન સન્માન નિધિમાં e KYC કરાવવાની સરકારે સૂચના આપી હતી
  • 1.23 લાખથી વધુ લાભાર્થીઓમાંથી 81 હજારે જ પ્રોસેસ કરી, અન્યો પ્રોસેસ ન કરે તો આગામી હપ્તાે જમા નહી થશે

નવસારી જિલ્લામાં 42 હજાર જેટલા ખેડૂતોએ અધાર e KYC હજુ નહીં કરાવતા તેમને મળતી વાર્ષિક 6 હજાર રૂપિયાની પીએમ કિસાન સન્માનનિધિ સહાય બંધ થઈ શકે છે. કેન્દ્રની મોદી સરકારે માર્ચ 2019 માં કિસાન સન્માન નિધિ યોજના શરૂ કરી હતી.યોજના અંતર્ગત ખેડૂતોને દર 4 મહિને 2000 હજાર એમ વર્ષે કુલ 6 હજાર રૂપિયા સહાય આપવામાં આવી રહી છે.

નવસારી જિલ્લામાં પણ આ સહાય આપવામાં આવી રહી છે.હાલ જિલ્લામાં 1.23 લાખથી વધુ ખેડૂતોને સહાય મળી રહી છે. આ દરમિયાન ગત એપ્રિલ મધ્યમાં સરકારે પી એમ કિસાન સન્માન નિધિ યોજનામાં આધાર e KYC ફરજિયાત બનાવ્યું હતું.જે અંતર્ગત નવસારી જિલ્લામાં સહાય લેતા ખેડૂતોએ પણ તે કાર્યવાહી કરી હતી.

જોકે ઉક્ત પ્રોસેસ ફરજિયાત બનાવ્યાને આજે સાડા 4 મહિના પુરા થઈ ગયા છે તે દરમિયાન 81 હજારથી વધુ ખેડૂતો એ તો ઉક્ત પ્રોસેસ હાથ ધરી પણ હજુ અંદાજે 42 હજાર જેટલાએ કરાવી નથી.આ આધાર eKYC નહીં કરનાર ખેડૂતો સહાય અંગે ખેતીવાડી વિભાગે એક સૂચના જારી કરી છે,જેમાં e KYC નહીં કરાવનારના ખાતામાં પીએમ કિસાન સન્માનનો આગામી હપ્તો જમા ન થશે એમ જણાવી દીધું છે. અહીં ઉલ્લેખનીય છે કે બાયોમેટ્રિક ઓથેન્ટીફીકેશન સુવિધા ધરાવતા CSC અને e ગ્રામ કેન્દ્રમાં આ e KYC કરી શકાય છે.

એક થી વધુ જગ્યાએ લાભ લેતા ડુપ્લીકેટ લાભાર્થી નીકળી જશે
આધાર eKYC કરાવવાથી જે ખેડૂતો એકથી વધુ જગ્યાએથી સહાય લઈ રહ્યાં છે તે ખબર પડી જશે અને આવા ડુપ્લીકેટ લાભાર્થીઓ નીકળી જશે એમ જાણવા મળ્યું છે.

અગાઉ આવકવેરો ભરનારાને દૂર કરાયા હતા
પી.એમ.કિસાન સન્માન નિધિ યોજનામાં લાભાર્થી થનાર માટે શરતો પણ સરકારે મૂકી હતી, જેમાં આવકવેરો ભરતા ન હોવું પણ છે. જોકે ઘણાં ખેડૂતો આઈ.ટી. ભરતા હોવા છતાં લાભાર્થી બન્યાં હતા, જેનું વર્ગીકરણ કરી દૂર કરાયા હતા.

ખેડૂત લાભાર્થી વધતા જ ગયા છે
પીએમ કિસાન સન્માન નિધિ યોજના જ્યારે માર્ચ-2019ના અરસામાં શરૂ થઈ ત્યારે શરૂઆતના દિવસોમાં તો નવસારી જિલ્લામાં ખેડૂત લાભાર્થીની સંખ્યા 67 હજારની આસપાસ હતી, જે હાલ 1.22 લાખથી પણ વધુ થઇ ગઈ છે.

અન્ય સમાચારો પણ છે...