તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જ્ઞાનનો પ્રવાહ:60 શિક્ષકે મહામારીમાં 39 પુસ્તક ‘વિદ્યાસારથી’ લખ્યાં

નવસારી23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • નવસારીની વિદ્યાકુંજ શાળામાં વિમોચન, પ્રથમવાર એક સાથે વધુ પુસ્તકના પબ્લીકેશનનો દાવો

કોરોના મહામારીમાં જ્યારે શાળા બંધ હતી પરંતુ શિક્ષણ કાર્ય ચાલુ હતું ત્યારે છાત્રો ઓનલાઇન અભ્યાસ શિક્ષકો કરાવતા હતા. આજ ગાળામાં નવસારીમાં વિદ્યાકુંજ શાળાના આચાર્યને એક વિચાર આવ્યો કે નાના બાળકોની સાથે તેના વાલીઓ પણ સમજી શકે તેવી સરળ ભાષામાં પુસ્તકો બનાવવાની વાત ટ્રસ્ટીઓ અને શિક્ષકોને કરી હતી. શિક્ષકોએ પણ આ નવતર અભિગમને વધાવી લીધો અને એક વર્ષની મહેનત બાદ નર્સરીથી ધોરણ-8ના 39 પુસ્તક નવા બનાવ્યાં હતા. આ તમામ પુસ્તકોનું વિમોચન સોમવારે જિલ્લા શિક્ષણાધિકારી અને ટ્રસ્ટીઓની ઉપસ્થિતિમાં કરાયું હતું.

આજ સુધીમાં કોઈપણ પબ્લિકેશન દ્વારા આટલા પુસ્તકોનું વિમોચન થયું નહીં હોવાનું આચાર્ય દ્વારા દાવો કરવામાં આવ્યો હતો. નવસારીમાં આવેલી વિદ્યાકુંજ શાળાના શિક્ષકોએ મહામારીના એક વર્ષના ગાળામાં બનાવેલા 39 પુસ્તકનું વિમોચન મહાદેવભાઈ દેસાઈ અને જિલ્લા શિક્ષણાધિકારી રોહિત ચૌધરી તેમજ ટ્રસ્ટીઓની ઉપસ્થિતિમાં યોજાયું હતં. આ પુસ્તકોની રચના કરનારા શિક્ષકોને પ્રમાણપત્ર આપી સન્માન કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે મહાદેવભાઈ દેસાઈએ જણાવ્યું કે આપણી શિક્ષણ વ્યવસ્થાની મુખ્ય ખામી એ છે કે તેમાં માહિતીનું પ્રદાન એકતરફી છે, શિક્ષક બોલે છે અને બાળક સાંભળે છે અને સ્વીકારે છે, જેના કારણે બાળકોનો માનસિક વિકાસ રુંધાઇ છે. બાળક મૂંઝાય છે અને શિક્ષણથી દૂર ભાગે છે. જો બાળકને શિક્ષણાભિમુખ કરવું હોય તો એવું વાતાવરણ બનાવુવું પડે, જેમા બાળક જાતે પ્રવૃત્તિ કરે, પ્રશ્નો પૂછે અને શીખે. આજ વિચારને અમલમાં મૂક્યો વિદ્યાકુંજ શાળાનાં ઈનચાર્જ આચાર્ય આશિષભાઈ લાડ અને સમગ્ર શિક્ષકોએ બાળકો માટે સાચા અર્થમાં સારથી એવા ‘વિદ્યાસારથી’નું નિર્માણ કર્યું છે.

શાળાનાં મંત્રી સુભાષભાઈ દેસાઇ સમગ્ર અભિયાનનાં પ્રેરણાસ્ત્રોત અને ઈનચાર્જ આચાર્ય આશિષભાઈ લાડે માર્ગદર્શકની ભૂમિકા ભજવી હતી. ટ્રસ્ટી મંડળે શિક્ષકોને અભિનંદન પાઠવી શાળા ઉત્તરોત્તર પ્રગતિ કરતી રહેશે એવો આશાવાદ વ્યક્ત કર્યો હતો. આ પુસ્તકોને NCRTEમાં પણ મોકલવામાં આવશે તેવી જાહેરાત નવસારી જિલ્લા શિક્ષણાધિકારી રોહિત ચૌધરીએ કરી હતી. વિમોચન વેળાએ પુસ્તકોને અક્ષત અને કંકુ વડે શણગાર કરવામાં આવ્યો હતો.

પુસ્તકો બાળકો માટે ખૂબ જ ઉપયોગી
આ અભ્યાસ પુસ્તકોને એવી રીતે બનાવવામાં આવ્યાં છે, જેમાં બાળકો ઘરે પણ જોઈ શકે અને જાતે પણ અભ્યાસ કરી શકે છે. તમામ ભાષાની સરળ સમજૂતી માટે વ્યાકરણ પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે. ગણિત, વિજ્ઞાન અને સામાજિક વિજ્ઞાન જેવા વિષયોમાં અવનવી રમતો, કોયડાઓ અને મુખ્ય મુદ્દાઓ યાદ રાખવાની યુક્તિઓ, સમગ્ર પાઠનો સારાંશ સમજાવતા ફ્લોચાર્ટનો સમાવેશ કરવામાં આવ્યો છે.

ગુજરાતમાં પ્રથમવાર નર્સરીથી ધો-8 ના પુસ્તકોનું નિર્માણ
ગુજરાતભરમાં પ્રથમવાર નર્સરીથી ધોરણ-8નાં તમામ મુખ્ય વિષયો માટે એવા પુસ્તકનું નિર્માણ થયું છે, જેમાં દરેક વિષયવસ્તુને પ્રશ્નોત્તરી અને બાળકો જાતે કરી શકે તેવી પ્રવૃત્તિઓ, રમતો, ચિત્રો દ્વારા સમજાવવામાં આવ્યું છે. દરેક મુદ્દાને વિશેષ સમજૂતી માટે શ્રેષ્ઠ વીડિયો પસંદ કરી તેની લિન્ક અને QR – CODE મૂકવામાં આવ્યાં છે. આ પુસ્તકો માટે શાળાના શિક્ષકોએ સારી બુકસેલરના સંદર્ભ અને તેને સરળ ભાષામાં છાત્રો ભણતરમાં કરી શકે. આ પુસ્તકોને ડિજીટલ બોર્ડ દ્વારા પણ અભ્યાસ કરાવવામાં આવશે. - આશિષ લાડ, ઈનચાર્જ આચાર્ય, વિદ્યાકુંજ શાળા નવસારી.

અન્ય સમાચારો પણ છે...