કાર્યવાહી:દશેરા ટેકરીમાં 60 પરિવારને સરકારી અનાજ મળતા રાહત

નવસારી3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • કાર્ડના અભાવે અનાજ ફાળવાયું નહતું
  • કલેકટરને રજૂઆત બાદ કરાયેલી કાર્યવાહી

નવસારીના દશેરાટેકરી વિસ્તારમાં રાશન કાર્ડ વગરનાં 60 થી વધુ પરિવારો અનાજથી વંચિત હોય આવા ગરીબ પરિવારોને રાશન અપાવવા માટે સ્થાનિક  અગ્રણીઓએ કલેકટરને આવેદન આપ્યું હતું.જેને લઈને 60 જેટલા ગરીબ પરિવારને અનાજ મળતા ગરીબ પરિવારોમાં આનંદની લાગણી છવાઇ ગઇ હતી. નવસારીનાં દશેરા ટેકરી વિસ્તારના કાર્યકર ભરત પટેલ અને વિજય રાઠોડ સહીત સ્થાનિક અગ્રણીઓએ જિલ્લા કલેકટરને એપ્રિલ માસમાં એક પત્ર લખીને જણાવ્યું હતુંકે દશેરા ટેકરી વિસ્તારમાં હજુ પણ ઘણા લોકો રાશનકાર્ડ વગરનાં છે.

કોઈ કારણસર નવસારી મામલતદાર કચેરીઓનાં અધિકારી દ્વારા નામો રહી ગયા છે. જેથી સર્વે કરાવીને રાશનકાર્ડ વગરનાં લોકોને રાશન આપવા માટે વ્યવસ્થા કરી આપવા જણાવ્યું હતું.જેને લઈને કચેરી દ્વારા સકારાત્મક પગલા લઈને 60 જેટલા અનાજથી વંચિત ગરીબ પરિવારોને સરકાર તરફથી અનાજ આપવા માટે સ્થાનિક કટોલના માલિક શબ્બીર ભાઈ શેખ ને આદેશ આપતા દશેરા ટેકરી ના 60 પરિવારોને અનાજ આપવામાં આવ્યું હતું દશેરા ટેકરી ના જરૂરિયાતમદ લોકોને અનાજ  આપવામાં આવતા આનંદની લાગણી ફેલાઈ હતી. સ્થાનિક અગ્રણીઓએ જિલ્લા કલેકટરને રજૂઆત કર્યા બાદ સરકારે અનાજની ફાળવણી કરતા લોકોમાં ખુશી વ્યાપી ગઇ હતી.

અન્ય સમાચારો પણ છે...