તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રાહત:સપ્તાહમાં આવતી 6 એક્સપ્રેસ ટ્રેન નવસારી સ્ટેશને ઉભી રહેશે

નવસારીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • હજુ પેસેન્જર ટ્રેનને લીલીઝંડી આપવામાં આવી નથી

કોરોનાની મહામારીમાં 12 માસ મોટાભાગની ટ્રેનસેવા બંધ રહી હતી. જ્યારે 15 માસ દરમિયાન અમુક ટ્રેનો વેસ્ટર્ન રેલવે વિભાગ દ્વારા શરૂ કરવામાં આવી હતી. જોકે ઘણી ટ્રેનો સ્પેશ્યલ કરી દેતા માત્ર રિઝર્વેશન દ્વારા જ મુસાફરી કરવામાં આવતી હતી. એપ્રિલમાં મેમુ ટ્રેનની શરૂઆત બાદ ધીરે-ધીરે એક્સપ્રેસ ટ્રેન સપ્તાહમાં બેવાર શરૂઆત કરવામાં આવી હતી. જેમાં 6 ટ્રેનને હવે દૈનિક ધોરણે શરૂ કરી દેવામાં આવતા હવે મુસાફરોએ રાહતના શ્વાસ લીધા છે. જોકે હજુ પેસેન્જર ટ્રેનોને લીલીઝંડી નહીં અપાતા રોજિંદા અપડાઉન કરતા લોકોએ રાહ જોવી પડશે.

નવસારી રેલવે સ્ટેશને કોરોના મહામારીમાં ટ્રેનસેવા બંધ રાખવામાં આવી હતી. મોટાભાગે પેસેન્જર ટ્રેન સેવાનો સમાવેશ કરવામાં આવતો હતો. જોકે બીજી લહેર પુરી થયા બાદ ટ્રેનસેવામાં છૂટછાટ આપવામાં આવતા એપ્રિલ માસમાં મેમુ ટ્રેન રિઝર્વેશનવાળી શરૂ કરવામાં આવી હતી. તેમાં મુસાફરોની સંખ્યા નહિંવત રહેતા એક માસ બાદ મેમુ ટ્રેનને ટિકીટ લઈને મુસાફરી કરી શકે તેવી સુવિધા સાથે શરૂઆત કરતા સુરત અને વલસાડ તરફ નોકરી કરવા જતાં નોકરિયાતોને રાહત થઈ હતી. જોકે ત્યારબાદ અમુક ટ્રેનો સપ્તાહમાં બેવાર શરૂ કરવામાં આવી હતી.

જેમાંની 6 ટ્રેનને દરરોજ નવસારી રેલવેના સ્ટોપેજ મળશે તેમ રેલવેના સૂત્રોએ જણાવ્યું હતું. જેમાં બાંદ્રા-ભાવનગર, ઇન્દોર એક્સપ્રેસ, પશ્ચિમ એક્સપ્રેસ, કચ્છ એક્સપ્રેસ, દાદર-ભૂજ એક્સપ્રેસ અને બાંદ્રા-રાણકપુર એક્સપ્રેસ શરૂ કરવામાં આવી હોવાની માહિતી રેલવે સૂત્રોએ આપી છે.

સ્ટોપેજ મળવાથી મુસાફરોને મોટી રાહત
નવસારી રેલવે સ્ટેશનને સપ્તાહમાં માત્ર બેવાર ટ્રેન ઉભી રહેતી એવી 6 ટ્રેન દરરોજ ઉભી રહેશે. જે જુલાઈના પહેલા સપ્તાહના અંતે શરૂ થશે. જેનો લાભ નવસારીની જનતાને મળશે. > સંજય શાહ, મેમ્બર, DRUCC નવસારી

અન્ય સમાચારો પણ છે...