તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:નવસારીના જૂનાથાણામાં જુગાર રમતા 6 ઝડપાયા, રૂ.18 હજારનો મુદ્દામાલ કબજે

નવસારી2 મહિનો પહેલા
 • કૉપી લિંક

નવસારી ટાઉન પોલીસે મળેલી બાતમીના આધારે જૂનાથાણા વિસ્તારમાં રાત્રિના સમયે જુગાર રમતા 6 જુગારીયાને રંગેહાથે ઝડપી લીધા હતા અને પોલીસે રૂ 18 હજારનો મુદ્દામાલ કબજે કર્યો હતો. નવસારી ટાઉન પોલીસમાં ફરજ બજાવતા અપોકો દિગ્વિજય રવજીભાઈ, વિજયભાઈ, પરેશ બાવિષ્કર, કિરીટ ખાતુભાઈ સહિત જુગારનાં કેસો અટકાવવા પેટ્રોલિંગ કરી રહ્યા હતા.

દરમિયાન બાતમી મળી હતી કે જુનાથાણા મતિયા પાટીદાર વાડીની સામે વિપુલ દેસાઈનાં મકાન આગળ કેટલાક લોકો જુગાર રમી રહ્યા છે. બાતમીને પગલે પોલીસે રેડ કરતા તીનપત્તીનો જુગાર રમતા વિપુલ દેસાઈ, હિતેશ ગામીત, ગૌરવ કંસારા, નરબહાદુર કથુલ્લા, બલબહાદુર કથુલ્લા અને જગત કથુલ્લા (તમામ રહે. નવસારી)ની જુગારધારાની કલમ મુજબ અટક કરી હતી. પોલીસે કુલ રૂ. રૂ.18450નો મુદ્દામાલ કબજે કરી પીએસઆઈ એન.ડી.ચૌધરી તપાસ કરી રહ્યા છે. અત્રે ઉલ્લેખનિય છે કે, નવસારીમાં પોલીસ જુગાર ઉપરાંત દારૂનો વેપલો કરનારા પર બાજ નજર રાખી રહી છે. જેને લઇ નવસારી શહેર ઉપરાંત જિલ્લાભરમા દારૂ અને જુગારના કેસો બહાર આવી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો