આપણો દેશ અને સમાજ તમામ ક્ષેત્રોમાં ખુબ જ ઝડ૫થી પ્રગતિ કરી રહ્યો છે અને આગળ પણ પ્રગતિ કરતો રહેશે. પરંતુ હજુ પણ સ્ત્રીઓને જેટલું સન્માન મળવું જોઈએ એટલું નથી મળતું કેમ કે તેઓને હજુ પણ મહત્વ આપવામાં આવતું નથી. સમગ્ર ભારતમાં દીકરીઓને શિક્ષત બનાવવા અને દીકરી ભુણ હત્યા દુર કરવા માટે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા 22મી જાન્યુઆરી 2015ના રોજ બેટી બચાવો બેટી બેટી પઢાવો યોજનાની શરૂઆત કરવામાં આવી હતી. નવસારીમાં બેટી બચાવો, બેટી વધાવો, બેટી પઢાવો અંતર્ગત નાટક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
નવસારીમાં જિલ્લા પોલીસ દ્વારા શહેરના દુધિયા તળાવ સ્થિત ટાટા હોલ ખાતે જિલ્લાની 550 જેટલી મહિલાઓ અને બાળકો સમક્ષ સુંદર નાટક પ્રસ્તુત કરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. બેટી બચાવો, બેટી વધાવો, બેટી પઢાવો અંતર્ગત અમદાવાદની ટીમ દ્વારા ‘સંસ્કાર’ નાટક થકી મહિલા સુરક્ષા, સાયબર ક્રાઇમ, ભ્રુણ હત્યા, દહેજ અને છેતરપિંડી જેવા મુદ્દાને સ્ટેજ પર દર્શાવી માહિતગાર કરવાનો પ્રયાસ જિલ્લા પોલીસ થકી કરાયો હતો.
આ કાર્યક્રમ નવસારી પોલીસ અધિક્ષક ઋષિકેશ ઉપાધ્યાયની અધ્યક્ષતામાં યોજવામાં આવ્યો હતો. જેનું સંપુર્ણ નેતૃત્વ નાયબ પોલીસ અધિક્ષક એસ. કે. રાયે કર્યું હતું. આ કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટર અમિત પ્રકાશ યાદવ, જિલ્લા વિકાસ અધિકારી અર્પિત સાગર, રાજ્યના મહિલા સુરક્ષા સમિતિના સભ્ય શીતલબેન સોની, ટ્રાફિક એજ્યુકેશન ટ્રસ્ટના સભ્યો તથા પોલીસ પરિવારના સભ્યોએ હાજર રહી નાટક નિહાળ્યું હતું.
જાગૃતિ લાવવાનો પ્રયાસ
નવસારી િજલ્લામાં બાળકો મહિલાઓ ટ્રાિફક એવરનેસથી જાગૃત થાય તથા વિવિધ સાઇબર ઘટનાઓ સામે પોતાને સુરક્ષિત કરી શકે તેવા આસય સાથે સંસ્કાર નાટક બતાવવાનો આયોજન કાર્યક્રમ અંતર્ગત થયું હતું. જેના થકી બાળકો અને મહિલાઓમાં વધુ એવરનેસ કેળવી શકાય. -એસ.કે.રાય, ડી.વાય.એસ.પી., નવસારી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.