રસીકરણ:નવસારી જિલ્લામાં શનિવારે વધુ 5470નું વેક્સિનેશન

નવસારી17 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • કુલ રસીકરણમાં પહેલો ડોઝ માત્ર 335ને

નવસારી જિલ્લામાં શનિવારે વધુ 5470 જણાને કોવિડ રસી અપાઈ હતી.જેમાં 5135 જણાએ તો બીજો ડોઝ લીધો હતો.જે રસીકરણ થયું તેમાં પહેલા ડોઝનું રસીકરણ માત્ર 335 જ થયું હતું.મહત્તમ બીજા ડોઝનું જ થયું હતું. તાલુકાવાર રસીકરણ જોઈએ તો નવસારીમાં 1839, જલાલપોરમાં 778, ગણદેવીમાં 1100, ચીખલીમાં 735, ખેરગામમાં 173 અને વાંસદામાં 845 નો સમાવેશ થાય છે.અહીં ઉલ્લેખનીય છે જિલ્લામાં હાલ સુધીમાં 90.27 ટકા એ પહેલો ડોઝ અને 80.59 ટકાએ બીજો ડોઝ લઈ લીધાનો સરકારી રેકર્ડ દર્શાવે છે.

આજે કોરોનાનો કેસ નહીં
શુક્રવારે એક જ દિવસે જિલ્લામાં 4 પોઝિટિવ કેસ નોંધાયા બાદ શનિવારે સરકારી ચોપડે કોઈ કેસ નોંધાયો ન હતો અને કુલ કેસની સંખ્યા 7262 જ રહી હતી. જોકે સારવાર લેતો 1 દર્દી રિકવર થતા કુલ રિકવર સંખ્યા 7056 થઈ હતી. એક્ટિવ કેસ ઘટીને 12 રહ્યા હતા. જેમાં એક જ દર્દી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...