તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
કૃષિ બીલના વિરોધમાં અને દિલ્હીમાં આંદોલન કરી રહેલા ખેડૂતોના સમર્થનમાં નવસારીમાં રજુઆત કરવા ગયેલ વાંસદાના ધારાસભ્ય સહિત 53 કોંગ્રેસીની પોલીસે ધરપકડ કરી હતી.કેન્દ્ર સરકારે થોડા સમય અગાઉ પસાર કરેલા કૃષિ બીલનો મુદ્દો હાલ ભારે ચર્ચાસ્પદ બન્યો છે અને દેશભરના ખેડૂતો દિલ્હી જઈ ઉગ્ર આંદોલન કરી રહ્યા છે. શુક્રવારે નવસારી જિલ્લા કોંગ્રેસે ઉક્ત કૃષિ બીલના વિરોધમાં અને દિલ્હીમાં આંદોલન કરી રહેલા ખેડૂતોના સમર્થનમાં દેખાવ કરી નવસારીમાં કલેકટરને લેખિત આવેદન આપવાનો નિર્ણય કર્યો હતો. જે મુજબ સવારે કલેકટર કચેરીએ કોંગ્રેસીઓ જતા તેમને કલેકટરાલયના પ્રાંગણમાં પોલીસે ઘુસવા જ દીધા ન હતા, જેને લઈ કોંગ્રેસીઓએ પ્રાંગણ બહાર જ ભેગા થઈ કૃષિ બીલના વિરોધવાળા બેનરો સાથે સૂત્રોચ્ચાર શરૂ કરી દીધો હતો.
સૂત્રોચ્ચાર જારી હતો ત્યાં થોડી જ મિનિટમાં ત્યાં ખડકાયેલ ડીવાયએસપી સહિતના પોલીસ કાફલા એ દેખાવ કરી રહેલ કોંગ્રેસીઓને એક પછી એક ધરપકડ કરી પોલીસવાન બેસાડી એરૂ સ્થિત પોલીસ હેડ ક્વાર્ટર્સ લઈ ગયા હતા. આ દરમિયાન ધારાસભ્ય અનંત પટેલ,જિલ્લા કોંગ્રેસ પ્રમુખ સિદ્ધાર્થ દેસાઈ વગેરેને આવેદનપત્ર આપવા કલેકટરાલય જવા તો દીધા પણ આવેદન આપ્યા બાદ તેમની પણ ધરપકડ કરાઈ હતી. આ તમામ કોંગ્રેસીઓને પોલીસ હેડ ક્વાર્ટર્સ સ્થિત ઘોડાના તબેલાની બાજુના શેડમાં 4 કલાક બેસાડી રખાયા બાદમાં છોડી મુક્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે, જે કોંગી આગેવાનોની ધરપકડ કરાઇ હતી તેમાના મોટેભાગના જિલ્લા, તાલુકા કે શહેર કોંગ્રેસના હોદ્દેદારો તથા વિવિધ મોરચાના આગેવાનો હતા.
કલેક્ટર કચેરી સતત બીજા દિવસે ચર્ચામાં
ગુરૂવારે તવડીના ગ્રામજનો માટીચોરી કૌભાંડ મુદ્દે રજૂઆત કરવા કલેકટર કચેરી ગયા ત્યારે ઘર્ષણ થતા કલેકટરાલય ટોક ઓફ ધ ટાઉન બન્યું હતું. આજે શુક્રવારે સતત બીજા દિવસે કોંગ્રેસીઓને કલેકટરાલયમાં પ્રવેશતા રોકતા ‘ટોક ઓફ ધ ટાઉન’ બન્યું હતું. ગુરૂવારે તો તવડીના ગ્રામજનો કલેકટરાલય પ્રાંગણમાં ગયા હતા. જ્યારે શુક્રવારે તો ચાર જણાંને બાદ કરતા અન્ય કોંગીજનોને તો પ્રાંગણમાં પણ જવા દેવાયા ન હતા.
કલમ અંગે પોલીસે સાંજ સુધી સસ્પેન્શ રાખ્યું
શુક્રવારે સવારે કોંગ્રેસીઓ કલેકટરાલયમાં જવા ગયા તો અટકાવાયા હતા અને 144ની કલમ લાગુ કરાઈ હોય સમૂહમાં ભેગા ન થવાય એમ જણાવાયું હતું. એક વાત એવી પણ કરાઈ કે ગતરાત્રે જ 144ની કલમ લગાવાઈ હતી. બીજી બાબત કોંગ્રેસીઓની ધરપકડ કઈ કલમ હેઠળ કરાઈ તે બાબતે પણ મતમતાંતર બહાર આવ્યા હતા. કોંગ્રેસીઓ કહી રહ્યા હતા કે તેમની વિરૂદ્ધ કલમ 188 હેઠળ ગુનો દાખલ કરાયો હતો. પોલીસ વર્તુળમાંથી પણ ચોક્કસ વાત શરૂઆતમાં બહાર આવી ન હતી. જોકે બાદમાં ચાર એક્ટ હેઠળ 53 જણાં સામે ગુનો નોંધાયાનું જાણવા મળ્યું હતું.
સરકાર મનમાની કરી આંદોલનને કચડવા માંગે છે
અમે તો ખેડૂતોને ન્યાય મળે તે માટે રજૂઆત કરવા ગયા હતા, પરંતુ સરકાર વહીવટીતંત્ર અને પોલીસને આગળ કરી આંદોલનને કચડવા માગે છે. સરકાર જાણી જોઈને દબાઈ દેવા મનમાની કરી રહી છે. > સિદ્ધાર્થ દેસાઈ, પ્રમુખ, નવસારી જિલ્લા કોંગ્રેસ
ઇન્ફેકશન ફેલાવવા અને પબ્લિક ન્યૂસન્સ સહિતનો ગુનો દાખલ
પોઝિટિવઃ- આજનો દિવસ મિત્રો તથા પરિવારના લોકો સાથે મોજ-મસ્તીમાં પસાર થશે. સાથે જ લાભદાયક સંપર્ક પણ સ્થાપિત થશે. ઘરના રિનોવેશનને લગતી યોજના બનશે. તમે સંપૂર્ણ મનથી ઘરના બધા સભ્યોની જરૂરિયાતોને પૂર્ણ કરવા...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.