રસીકરણ:નવસારી જિલ્લામાં 5.15 લાખ લોકોએ રસીનો પહેલો ડોઝ લીધો, શુક્રવારે 12 હજારથી વધુનું રસીકરણ કરાયું

નવસારી4 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર

નવસારી જિલ્લામાં શુક્રવારે એક જ દિવસે 12 હજારથી વધુ લોકોએ કોવિડ રસી લીધી હતી.જિલ્લામાં 5 લાખથી વધુએ પહેલો ડોઝ લઈ લીધો છે. નવસારી જિલ્લામાં શુક્રવારે પ્રમાણમાં વધુ રસીકરણ થયું હતું. કુલ 12254 જણાએ રસી લીધી હતી.

તાલુકવાર જોઈએ તો નવસારીમાં 2511, જલાલપોરમાં 2195, ગણદેવીમાં 3463, ચીખલીમાં 1760, ખેરગામમાં 500 અને વાંસદા તાલુકાના કુલ 1825 જણાએ રસી લીધી હતી. શુક્રવારે 6900 જણાએ રસીનો પહેલો ડોઝ અને 5354 જણાએ રસીનો બીજો ડોઝ લીધો હતો.બુધવાર બાદ રસીકરણે વેગ પકડ્યું છે. અહીં ઉલ્લેખનીય છે કે જિલ્લામાં 18 વર્ષની ઉપરના કુલ 10 લાખ જેટલા લોકો છે તેમાંથી 5.15 લાખ જણાએ રસીનો પહેલો ડોઝ લઈ લીધો છે.

કોરોનાનો એકપણ કેસ નોંધાયો નહીં
જિલ્લામાં શુક્રવારે પણ કોરોનાનો નવો કેસ નોંધાયો ન હતો અને કુલ કેસોની સંખ્યા 7180 જ રહી હતી.સારવાર લેતો 1 દર્દી રિકવર થતા કુલ રિકવર સંખ્યા 6986 થઈ હતી.એક્ટિવ કેસ ઘટી હવે 2 જ રહ્યા છે,જેમાં ચીખલી અને નવસારી 5 તાલુકાના એક-એક કેસ છે.હાલ 1 દર્દી નવસારી સિવિલ હોસ્પિટલમાં અને 1 દર્દી હોમ આઇસોલેશનમાં છે.

અન્ય સમાચારો પણ છે...