તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તંત્ર સજ્જ:કોરોનાની સંભવિત ત્રીજી લહેર માટે 51 હોસ્પિટલ, 2441 બેડ અને 12 ઓક્સિજન પ્લાન્ટ તૈયાર

નવસારીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ત્રીજી લહેરમાં મુશ્કેલી ન પડે તે માટે નવસારી જિલ્લામાં તંત્રનું આગોતરું આયોજન

નવસારી જિલ્લામાં કોરોનાની ત્રીજી લહેર આવે તો બીજી લહેરની જેમ મોટી સમસ્યા નહીં સર્જાય તે માટે સ્થાનિક આરોગ્ય વિભાગે પૂરતી હોસ્પિટલો અને બેડ, ઓક્સિજન પ્લાન્ટ વગેરેની તૈયાર રાખ્યાં છે. કોરોનાની બીજી લહેર પુરી થયાને ઘણા દિવસો થઈ ગયા છે અને ત્રીજી લહેર આવવા અંગે આગાહીઓ પણ થઈ રહી છે. આ સ્થિતિમાં ત્રીજી લહેર આવે તો તેમાં બીજી લહેરની જેમ મુશ્કેલી ન પડે તે માટે આરોગ્ય વિભાગે આગોતરું આયોજન કરી દીધું છે. બેડ, હોસ્પિટલ, ઓક્સિજનની વ્યવસ્થા પૂરતા રખાયા છે.

આ અંગે મળતી માહિતી મુજબ જિલ્લામાં સરકારી અને ખાનગી હોસ્પિટલો ,સરકારી સામુહિક આરોગ્ય કેન્દ્રો વગેરે મળી 51 હોસ્પિટલ તૈયાર રખાઈ છે. આ હોસ્પિટલો તથા પ્રાઇવેટ -સરકારી કોવિડ કેર સેન્ટર બધું મળીને 2441 બેડ પણ તૈયાર રખાયા છે. આ બેડમાં 1199 બેડ તો ઓક્સિજન સાથેના બેડ છે. બીજી લહેરમાં ઓક્સિજન માટે હાહાકાર મચ્યો હતો ત્યારે સરકારી હોસ્પિટલ, સીએચસી વગેરેમાં 11 ઓક્સિજન પ્લાન્ટ તૈયાર રખાયા છે તો ભુલાફળિયામાં ખાનગી વધુ કેપેસિટીવાળો પ્લાન્ટ પણ ઉભો થતા ઓક્સિજનની મુશ્કેલી સર્જાવાની શકયતા નહિવત છે.

બાળકો માટે પણ 343 બેડની વ્યવસ્થા
કોરોનાથી રક્ષણ આપવા નવસારી જિલ્લામાં પણ 18 વર્ષથી ઉપરની વયના લોકોને કોવિડ રસી અપાઈ રહી છે. જોકે 18 વર્ષથી નીચેના બાળકોને રસી અપાઈ નથી અને કેટલાક નિષ્ણાંતો સંભવિત ત્રીજી લહેરમાં બા‌ળકો વધુ ભોગ બનશે એવી શંકા પણ વ્યક્ત કરી રહ્યાં છે. આ સ્થિતિમાં બાળકો માટે પણ જિલ્લામાં 343 બેડ તૈયાર છે. જેમાં 80 બેડ ઓક્સિજનવાળા છે.

આઈસીયુ, વેન્ટિલેટરની સંખ્યા વધારાઇ
ત્રીજી લહેરમાં ગંભીર દર્દીઓ માટે આઈસીયુ અને વેન્ટીલેટરો પણ વધુ તૈયાર રખાયા છે. જિલ્લામાં 237 આઈસીયુ બેડ અને 170 વેન્ટિલેટર રખાયા છે.

અન્ય સમાચારો પણ છે...