"વૃક્ષો વાવો, પર્યાવરણ બચાવો":નવસારીના નીમલાઇમાં 5000 પરિવારોએ એક લાખ વૃક્ષો વાવ્યા, રામકૃષ્ણ એક્સપોર્ટે પર્યાવરણ દિવસની ઉજવણી કરી

નવસારી23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ત્રણ દિવસમાં 5000 પરિવારોએ નવસારીની 300 વીઘા જમીનમાં એક લાખ વૃક્ષો વાવ્યા

ડાયમંડ ઉદ્યોગ અને અગ્રણી કંપની શ્રીરામ કૃષ્ણ એક્સપોર્ટ દ્વારા પર્યાવરણ દિવસની ઉજવણી નિમિત્તે નવસારી જિલ્લાના નીમલાઈ ગામમાં એક લાખથી વધારે વૃક્ષોનું રોપણ કરવામાં આવ્યું હતું. જેમાં એસ. આર.કે ગ્રુપના 5000થી વધારે પરિવારોએ ભાગ લીધો હતો. આજે સોમવારે સવારે નવ વાગ્યે એક સાથે પાંચ હજાર જેટલા પરિવારોએ વૃક્ષોનું રોપણ કર્યું હતું. સાથે સાથે જે પરિવારે જે વૃક્ષ રોપ્યું હોય તે વૃક્ષ પર પોતાનું નામ લખી અને તે વૃક્ષને જીવનભર ઉછેરવા માટે સંકલ્પ પણ લીધો હતો.

વૃક્ષારોપણ કર્યા બાદ દરેક પરિવાર પોતે રોપેલું વૃક્ષ પોતાના નામથી તેનો કાયમ ઉછેર કરશે. પહેલું વૃક્ષ કદાચ કોઈ સંજોગોમાં ઉછરે નહિ તો તેની જગ્યાએ બીજુ વૃક્ષ પણ રોપવામાં આવશે. પરંતુ બધા જ વૃક્ષોનો ઉછેર થાય તેવો ખાસ પ્રયાસ કરવામાં આવશે. એક જ સ્થળે એક જ સમયે એક જ કંપનીના કર્મચારીઓ દ્વારા એક લાખ વૃક્ષારોપણનો કાર્યક્રમ કદાચ આ પ્રથમ પ્રયાસ હશે તેવું માનવામાં આવી રહ્યું છે.

પર્યાવરણનું જતન થાય તે માટે સમગ્ર વિશ્વ કાર્યરત બન્યું છે અને ધરતી હરિયાળી બને તે માટે વિશ્વ પર્યાવરણ દિવસ હેઠળ કાર્યક્રમ યોજાયા હતા, જેના ભાગરૂપે ડાયમંડ કંપની દ્વારા નવસારી જિલ્લામાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...