તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વેક્સિનેશન:વાંસદા તાલુકાના 50 સરપંચો અને પંચાયત સભ્યોને કોરોના વેક્સિન આપીને રક્ષિત કરાયા

નવસારી16 દિવસ પહેલા
 • નવસારી જિલ્લામાં કોરોના વેક્સિનેશનની કામગીરી પુરજોશમાં શરૂ

નવસારી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વિવિધ તાલુકાઓમાં જઈને વેક્સિનેશનની કામગીરીની શરૂઆત કરવામાં આવી રહી છે. જે પૈકી વાંસદા તાલુકામાં આવેલા પંચાયત સભ્યો અને 50થી વધુ સરપંચોને કોરોના વેક્સિન આપવાનો કાર્યક્રમ પ્રતાપ હાઇસ્કૂલ ખાતે યોજાયો હતો.જિલ્લામાં સો ટકા વેક્સિનેશન થાય તે માટે વહીવટી તંત્ર કાર્યરત વેક્સિનેશનની કામગીરીમાં જિલ્લા કલેકટર આદ્રા અગ્રવાલ, જિલ્લા વિકાસ અધિકારી પ્રશસ્તિ પરીખ સહિત આરોગ્ય અધિકારીઓની ટીમ અને જિલ્લા પંચાયતના પ્રમુખ ભીખુ આહીર હાજર રહ્યા હતા.

એક એપ્રિલથી સમગ્ર દેશમાં 45 ઉંમરથી વધુના દરેક લોકોને નિશુલ્ક વેક્સિન આપવાની શરૂઆત થઈ છે. જે પૈકી નવસારી જિલ્લામાં પણ આ કામગીરી પુરજોશમાં શરૂ છે. જેમાં દરેક ક્ષેત્રમાં કાર્યરત કોરોના વોરિયર્સને તબક્કાવાર કોરોના વેક્સિન આપવાની શરૂઆત થઇ છે.

બીજી તરફ જિલ્લામાં કોરોનાનો વધતો આંક પણ ચિંતામાં વધારો કરી રહ્યો છે. તે જોતાં વહેલી તકે જિલ્લામાં સો ટકા વેક્સિનેશન થાય તે માટે વહીવટી તંત્ર કાર્યરત થયું છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

  વધુ વાંચો