દબાણ હટાવ કામગીરી:નવસારી- વિજલપોર પાલિકા વિસ્તારમાંથી 5 દિવસમાં 50 લારી અને 45 કેબિનો દૂર કરાઈ

નવસારીએક મહિનો પહેલા
  • કૉપી લિંક

નવસારી શહેરના રોડ રસ્તા અને ફૂટપાથ પર ધમધમતી ગેરકાયદેસર લારી કેબિન ને દૂર કરવાની કામગીરી પાલિકા દ્વારા આરંભાઈ છે. જેના ભાગરૂપે છેલ્લા 5 દિવસમાં 50 લારી અને 45 કેબિનને દૂર કરવામાં આવી છે. શિવાજી ચોકથી લઈને રામનગર સર્કલ સુધી રોડ રસ્તાની નડતરરૂપ દબાણ દૂરની એક ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું છે.છેલ્લા અઠવાડિયામાં વિજલપોરના રામનગર વિસ્તાર માંથી 14 જેટલી લારી અને કેબિનને પાલિકા દ્વારા દૂર કર્યા બાદ દબાણનો આંકડો વધ્યો છે.

નવસારી શહેરમાં સાંકડા રસ્તા હોવાને લઈને ટ્રાફિક જામની સમસ્યાઓ સતત સામે આવતી હોય છે. સાથે જ રોડ રસ્તા અને ફૂટપાથને નડતરરૂપ લારીઓ એ લાંબા સમયથી માથાના દુખાવા સમાન સમસ્યા બની છે. ત્યારે પાલિકા સમયાંતરે દબાણયુક્ત લારીઓને દૂર કરવાની હોય છે ત્યારે નવસારીના વિજલપોર વિસ્તારમાં આજે પાલિકાના 30 જેટલા સ્ટાફ દ્વારા રોડ રસ્તાની ખુલ્લા કરવાની કામગીરી કરવામાં આવી હતી. જેમાં કેટલાક વેપારીઓએ વાંધો પણ ઉઠાવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...