તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રસીકરણ:નવસારી જિલ્લામાં પ્રથમવાર 18+ના 5 હજારનું રજીસ્ટ્રેશન

નવસારી6 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • સેન્ટરો વધારાતા 26 જગ્યાએ રસીકરણ

6 દિવસ બાદ 7મા દિવસે નવસારી જિલ્લામાં 18+ના વેક્સિનેશનમાં વધારો કરી દિવસ દરમિયાન 4 હજારની જગ્યાએ 5 હજારના રસીકરણ રજીસ્ટ્રેશન કરાયું હતું. 4 જૂનથી નવસારી જિલ્લામાં પણ 18થી 45 વર્ષની વયના લોકોને વેક્સિન આપવાની શરૂઆત કરાઈ હતી. જોકે પ્રથમ 6 દિવસ રોજ 4 હજાર લોકોનું જ રજીસ્ટ્રેશન કરવામાં આવતું હતું. 20 સેન્ટર ઉપર 200-200 ડોઝ આપવામાં આવતા હતા. જોકે 10મી જૂને જિલ્લામાં પ્રથમવાર 18+ના લોકોનું 5 હજાર જેટલું રજીસ્ટ્રેશન કરવામાં આવ્યાનું જાણવા મળ્યું છે. જોકે રજીસ્ટ્રેશન કરાયેલમાંથી 4921 જણાંએ રસીનો પહેલો ડોઝ લીધો હતો.

આ સાથે અત્યારસુધીમાં કુલ 27639 લોકોએ (18+ના) રસી લઈ લીધી છે. વધુમાં ગુરૂવારે રસીકરણના સેન્ટર પણ વધારી 26 સેન્ટર ઉપર રસીકરણની કામગીરી કરાઈ હતી. જેમાં નવસારીમાં 7, જલાલપોરમાં 5, ગણદેવીમાં 6, ચીખલીમાં 4, વાંસદામાં 3 અને ખેરગામ તાલુકામાં 1 સેન્ટર ઉપર રસી અપાઈ હતી. 18+ના રસીકરણની સાથે જિલ્લામાં 45થી વધુ વયના લોકોનું રસીકરણ પણ જારી રહ્યું છે. જોકે તેમાં હવે ઘટાડો થયો છે. ગુરૂવારે 45થી વધુ વયના 954 લોકોને રસી અપાઈ હતી.

અન્ય સમાચારો પણ છે...