• Gujarati News
  • Local
  • Gujarat
  • Navsari
  • 5 Police Cases Have Been Registered Against Vansda MLA In Navsari, The MLA Said 'Fighting For The People Led To Cases Being Registered'

ગુનાહિત વિગત જાહેર કરવી પડશે:નવસારીમાં વાંસદાના ધારાસભ્ય સામે નોંધાયેલા છે 5 પોલીસ કેસ, ધારાસભ્યએ કહ્યું-'લોકો માટે લડત કરી એટલે કેસ નોંધાયા'

નવસારીએક મહિનો પહેલા
  • કૉપી લિંક

ગુજરાતમાં જાહેર થયેલી ચૂંટણીમાં આ વખતે ગુનાહિત ઇતિહાસ ધરાવતા ધારાસભ્યો અને ઉમેદવારોએ માહિતી સાર્વજનિક કરવી પડશે. જેને લઇને રાજકીય પક્ષો આવા ગુનાહિત ભૂતકાળ ધરાવતા ઉમેદવારોને ટિકિટ આપવાથી બચશે તેવી ચર્ચા જોર પકડ્યું છે. નવસારી જિલ્લાની ચાર વિધાનસભાની વાત કરવામાં આવે તો ભાજપ પાસે ત્રણ અને કોંગ્રેસ પાસે એક સીટ છે જે પૈકી ભાજપના ત્રણ ધારાસભ્ય પૈકી ગણદેવીના ધારાસભ્ય નરેશ પટેલ, જલાલપુરના ધારાસભ્ય આર.સી પટેલ અને નવસારીના ધારાસભ્ય પિયુષ દેસાઈ પર આજ સુધી કોઈપણ પોલીસ કેસ નોંધાયો નથી. પરંતુ વાંસદાના ધારાસભ્ય અનંત પટેલ પર ગત ટર્મમાં અધધ 5 જેટલા પોલીસ કેસ નોંધાયા છે.

વાંસદાના ધારાસભ્ય અનંત પટેલ ઉપર અત્યાર સુધી કુલ પાંચ પોલીસ કેસ નોંધાયા છે પરંતુ તેમને કહ્યું કે, મારી સામે જે કેસ નોંધાયા છે તેની વિગતો હું જાહેર કરીશ. મારી સામે જે કેસ નોંધાયા છે તે લોકોના પ્રશ્નોની લડત દરમિયાન નોંધાયા છે. મારી સામે વ્યકિતગત એકપણ કેસ નથી. આ પાંચ કેસમાં સળગતા આદિવાસી મુદ્દાને લઈને કરાયેલા ધરણા પ્રદર્શન,રેલી અને કલેક્ટર અને રાજ્ય સરકાર દ્વારા જાહેર કરેલા નિયમોના ભંગ બદલ કેસ કરવામાં આવ્યા છે. પાર તાપી નર્મદા રિવરલિંક પ્રોજેક્ટ હોય કે ભારત માલા પ્રોજેક્ટ દરેક લોક ઉપયોગી મુદ્દાને લઈને અનંત પટેલ સતત ધરણા પ્રદર્શન રેલી સભા સહિતનું આયોજન કરવા માટે જાણીતા છે. જેથી તેમની ધારાસભ્ય તરીકેની આ બીજી ટર્મમાં પાંચ જેટલા પોલીસ કેસ નોંધાયા છે અને તેઓ આગામી સમયમાં તમામ કેસ સાર્વજનિક જાહેર કરશે.

ધારાસભ્ય અનંત પટેલના જણાવ્યા મુજબ મારા પર થયેલા પોલીસ કેસ લોકોના પ્રશ્નોને વાચા આપવા માટે કાર્યક્રમ યોજવા સામે નોંધાયા છે. હાલમાં જ મારી ઉપર આઠમી સપ્ટેમ્બરના રોજ ખેરગામ બજારમાં હુમલો થયો હતો. જેમાં ટોળાએ તોડફોડ કરતાં ટોળા સહિત મારું નામ પણ FIR માં દાખલ કરવામાં આવ્યું છે. સાથે જ કલેકટર કચેરીમાં નિયમોના ભંગ બદલ અને કૃષિ યુનિવર્સિટીમાં કર્મચારીઓના પડતર પ્રશ્નો મામલે પણ મારી સામે કેસ નોંધ્યા છે જોકે આ તમામ કેસને લઈને હું નિશ્ચિત છું અને મારો એક પણ વ્યક્તિગત કેસ આજ સુધી નોંધાયો નથી.

અન્ય સમાચારો પણ છે...