તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના:નવસારી જિલ્લામાં કોરોનાના વધુ 5 પોઝિટિવ, કુલ કેસ 1639

નવસારીએક મહિનો પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર

નવસારી જિલ્લામાં બુધવારે વધુ 5 કોરોનાના કેસ નોંધાવાની સાથે કુલ કેસ 1639 થયા હતા. બુધવારે જે નવા કેસ નોંધાયા હતા,તેમાં 3 કેસ નવસારી શહેર તાલુકાના હતા. જેમાં જમાલપોર વિસ્તાર, રમાબેન હોસ્પિટલ નજીકના વિસ્તારમાં અને તાલુકાના ઉન ગામમાં કેસ હતો. આ ઉપરાંત ગણદેવી તાલુકાના વણગામ અને જલાલપોર તાલુકાના અબ્રામા ગામમાં પણ એક-એક કેસ બહાર આવ્યો હતો. વધુ 5 કેસ સાથે જિલ્લામાં કુલ કેસ 1639 થઈ ગયા હતા. બુધવારે કોરોનાની સારવાર લેતા વધુ 2 દર્દી રિકવર થયા હતા, જેની સાથે કુલ રિકવર સંખ્યા 1505 થઈ હતી. એક્ટિવ કેસ વધીને 32 થઈ ગયા હતા. જે એક્ટિવ કેસ છે તેમાં માત્ર 2 દર્દી જ હોસ્પિટલમાં છે, અન્ય 30 દર્દી હોમ આઇસોલેશનમાં છે. હાલ કેસો વધતા 60 વિસ્તારને કન્ટેઇન્મેન્ટમાં મુકવામાં આવ્યા છે.

કેસ વધતા ટેસ્ટ વધારવામાં આવ્યાં
હાલ પોઝિટિવ કેસ વધતા કોરોનાના ટેસ્ટમાં પણ વધારો કરવામાં આવ્યો છે.અગાઉ જ્યાં 500ની આસપાસ ટેસ્ટ કરાતા હતા,ત્યાં 3 દિવસથી સંખ્યા વધારાઈ છે.સોમવારે 657, મંગળવારે 747 અને બુધવારે 816 સેમ્પલ ટેસ્ટ માટે લેવાયા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

  વધુ વાંચો