રાજકારણ:પ્રયાગરાજ ટ્રેનનાં યાત્રીઓને નાસ્તો દેવા જતા 5 કોંગ્રેસી ડીટેન

નવસારી3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

નવસારીમાં વસતા અને લોકડાઉનનાં પગલે બેકાર બનેલા મૂળ યુપીના રહીશો પોતાના વતન યુપી જનાર હતા. તેમને વતન જવા માટે નવસારી કોંગ્રેસ દ્વારા યાદી નોંધણી સહીતની કામગીરી પણ પૂર્ણ કરી હતી. જેથી મંગળવારે સાંજે 5 વાગે પ્રયાગરાજ (યુપી) ટ્રેન મારફતે  1334 શ્રમિકો (પરપ્રાંતીય) યાત્રીઓને ટ્રેન દ્વારા મોકલવામાં આવનાર હતા. આ યુપીવાસીઓને લાંબી મુસાફરી કરવાની હોય.

રસ્તામાં નાસ્તા અને પાણી મળી રહે તે માટે  નવસારી કોંગ્રેસનાં નરેશ વલસાડીયા,નીરવ નાયક,અનીલ પટેલ,અનીલ વાસી મહિલા કોંગ્રેસનાં ફાલ્ગુની પટેલ સહીત 10 થી વધુ કાર્યકરો રેલવે સ્ટેશને પહોંચ્યા હતા પણ તેઓ રેલ્વે સ્ટેશને પહોંચે તે પહેલા જ તેમની જલાલપોર પોલીસે પાંચ જેટલા કોંગ્રેસીઓની  અટક કરી  જલાલપોર પોલીસ મથકે લઈ ગયા હતા.બાદમાં ત્રણ કલાક બાદ તેમને છોડી મુકવામાં આવ્યા હતા. નવસારી રેલ્વે સ્ટેશને હાલમાં રેલ્વે ડીએમનાં જાહેરનામા મુજબ કોઈ પણ રાજકીય વ્યક્તિ કે સાંસદ કે  ધારાસભ્યનો રેલ્વે સ્ટેશને પ્રવેશ નિષેધ હોવાની માહિતી પણ મળી છે.

અન્ય સમાચારો પણ છે...