કાર્યવાહી:નવસારી શહેરમાં માસ્ક વગર રખડતા 5 પકડાયા

નવસારી10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કલેકટરના જાહેરનામાનો કડક અમલ

નવસારી શહેરમાં મોઢે ફરજીયાત માસ્ક પહેરવાનું હોવાનું જાહેરનામુ હોવા છતાં માસ્ક વગર રખડતા પાંચ યુવાનની પોલીસે જાહેરનામાના ભંગ બદલ અટક કરી હતી. નવસારી જિલ્લામાં કલેક્ટર દ્વારા કોરોનાની મહામારીને લઇને જાહેરનામુ બહાર પાડવામાં આવ્યું છે. આમ છતાં કેટલાક લોકોને કોરોનાનો ડર નહીં હોય માસ્ક વગર જાહેરમાં ફરતા હોય છે. આવી રીતે જાહેરમાં માસ્ક વગર રખડતા લોકો સામે પોલીસ દ્વારા પગલાં લેવાની શરૂઆત કરવામાં આવી છે.

જેમાં બુધવારે જાહેરમા રખડતા 5 યુવાનમાં ચારપુલ વિસ્તારમાંથી આસીફ શેખ (રહે. લંગરવાડ), સાંઢકૂવા વિસ્તારમાંથી અકિલ નૂરખાન (રહે. દરગાહ રોડ), રેલવે સ્ટેશન પાસેથી મયુર પટેલ (રહે. કડિયાવાડ), મિલ વિસ્તારમાં ઉપેન્દ્ર નાઈ (રહે. મિથિલાનગરી) અને કહારવાડ વિસ્તારમાં અજય સોનકર (રહે. મિથિલાનગરી)ને મેજીસ્ટ્રેટનું COVID-19 અનુસંધાને જાહેરનામુ હોવા છતાં જાહેરમાં રખડતા હોય તેમની કલેક્ટરના જાહેરનામાં ભંગ બદલ અટકાયત કરવામાં આવી હતી. નવસારી જિલ્લામાં કોરોનાને લઇને પ્રશાસન દ્વારા જાહેરનામુ બહાર પાડવામાં આવ્યું છે જેમાં વાહન ઉપર ત્રણ સીટ, રીક્ષામાં ચારથી વધુ પેસેન્જર અને કારમાં પાંચથી વધુ પેસેન્જરને બેસાડનાર ડ્રાઇવર સામે પોલીસ જાહેરનામાના ભંગ બદલ કાર્યવાહી કરી રહી છે.

અન્ય સમાચારો પણ છે...