કોરોના વિસ્ફોટ:જિલ્લામાં એક જ દિવસમાં 47 કેસ નોંધાયા, સંક્રમણનો વ્યાપ વધ્યો હોવા છતાં જાગૃતિનો અભાવ

નવસારી12 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસવીર
  • માસ્ક અને સોશ્યલ ડિસ્ટન્સ ભુલાયું

નવસારી જિલ્લામાં આજે કોરોનાનો વિસ્ફોટ થયો હોય તેમ એકીસાથે 47 કેસ નોંધાવા પામ્યા છે. જેને લઇને શહેરીજનો માટે ચિંતાના સમાચાર કહી શકાય. દિવાળી અને ગ્રામ પંચાયતની ચુંટણી પૂર્ણ થયા બાદ શહેરીજનો કોરોના શહેરમાંથી ગાયબ થઈ ગયો હોય તેવું માનીને બેફીકર બની શહેરમાં મહાલી રહ્યા હોય તેવા દ્રશ્યો અનેક દિવસોથી સામે આવી રહ્યા છે.

સરકારી મેળાવડા અને બેફિકરાઈ આ કેસ વધવા પાછળ મુખ્ય કારણભૂત હોવાનું સામે આવ્યું છે સોશિયલ ડિસ્ટન્સનો સદંતર અભાવ નવસારી જિલ્લામાં કોરોના કેસને વધારવામાં બળ પૂરું પાડ્યું છે ત્યારે આજે આવેલા 47 કેસ ની સામે 4 કેસ ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.

કોરોના કેસમાં સૌથી વધુ શૈક્ષણિક વિભાગમાં પોઝિટિવ આવ્યા છે જેને લઇને હાલમાં શરૂ થયેલું 15થી 18 વર્ષના કિશોરોનું વેક્સિનેશન કારગર સાબિત થશે તેવું આરોગ્ય વિભાગનું માનવું છે.

જિલ્લામાં એક્ટિવ કેસની આંક ની વાત કરીએ તો તે 137 થયો છે અને કુલ પોઝિટિવ કેસનો આંક 7502 પર પહોંચ્યો છે.

અન્ય સમાચારો પણ છે...