તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

RTO એકશનમાં:નવસારીમાં 2 માસમાં ટેક્સ ભર્યા વગર દોડતાં 45 વાહન ડિટેન, 12,06,810 નો દંડ વસૂલ કરાયો

નવસારી14 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસવીર. - Divya Bhaskar
ફાઈલ તસવીર.
  • જિલ્લામાં બોરીયાચ ટોલનાકા, ચીખલી અને બીલીમોરામાં વધુ તવાઇ

નવસારી આરટીઓ વિભાગે પણ હવે હાઈવે ઉપર ટેક્સ ભર્યા વગર પોતાના વાહનો હંકારનારાઓ સામે લાલ આંખ કરી છે. જાન્યુઆરીમાં આરટીઓ વિભાગે કુલ 24 વાહનો ડિટેન કરી ટેક્સ અને દંડ સહિત કુલ રૂપિયા 7,77,582 જ્યારે ફેબ્રુઆરીમાં કુલ 21 વાહનો ડિટેઈન કરી કુલ રૂ. 4,29,228 નો દંડ વસૂલ કર્યો છે. જે પૈકી હજી ત્રણ વાહનોની વસૂલાત બાકી છે. આગામી દિવસોમાં આરટીઓ વિભાગ આ કામગીરીને વધુ તેવી શક્યતા છે.

નવસારી જિલ્લામાં છેલ્લા ઘણા વખતથી આરટીઓ વિભાગ દ્વારા મોટા વાહનો સામે ટેક્સની વસુલાત કરવાની કાર્યવાહી બાકી હતી. હવે નવસારી આરોગ્ય વિભાગે આ દિશામાં પણ પોતાની કામગીરીને આગળ વધારી દીધી છે. જાન્યુઆરી 2021થી તેનો પ્રારંભ કરી દેવાયો છે. નવસારી જિલ્લામાં બોરીયાચ ટોલનાકા, ચીખલી વિસ્તાર અને બીલીમોરામાં આ કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેને લઇને ટેક્સ ભર્યા વિના જ રોડ પર પોતાના વાહન હંકારનાર વાહનચાલકો સામે આરટીઓ અધિકારીએ લાલ આંખ કરી કાર્યવાહી હાથ ધરી હતી.

આરટીઓ અધિકારી પ્રકાશ ચૌધરી તથા તેમની ટીમે ઠેરઠેર વાહન ચેકિંગ કરી જાન્યુઆરી માસમાં કુલ 24 વાહન ડિટેઈન કર્યા હતા. આ વાહનો પૈકી તમામ પાસે કુલ રૂ. 92,500 દંડ વસૂલ કર્યો હતો. જ્યારે આ વાહન માલિકો પાસેથી રૂપિયા 6,85,087 સહિત કુલ રૂ. 7,77,582 નો દંડ વસૂલ કર્યો હતો. એ જ રીતે ફેબ્રુઆરી માસમાં પણ આરટીઓ વિભાગે કુલ 21 વાહન ડિટેઇન કર્યા હતા. જેમાંથી 18 વાહનનો રૂ. 51,500નો દંડ કરી કરી રૂ. 3,78,728 ટેક્સ સહિત કુલ રૂ. 4,29,228નો દંડની વસૂલાત કરી હતી. હજી 3 વાહનનો રૂ. 68,548ની વસૂલાત બાકી છે.

નવસારી આરટીઓએ 2 માસમાં જ કુલ રૂ. 12,06,810નો દંડ વસૂલ કર્યો હતો. આગામી દિવસોમાં પણ આ કાર્યવાહી યથાવત રાખવામાં આવનાર હોવાની માહિતી મળી છે. જેને પગલે ટેક્સ નહીં ભરી વાહન હંકારનારા વાહનચાલકોમાં ભારે ફફડાટ ફેલાયો છે. આગામી દિવસોમાં પણ આરટીઓની કામગીરી ચાલુ રહેવાની માહિતી મળી છે ત્યારે ભારે વાહનચાલકોમાં ચકચાર મચી ગઇ છે.

દંડનીય કાર્યવાહી ચાલુ જ રખાશે
નવસારી જિલ્લામાં ટેક્સ ભર્યા વિના જ ભારે વાહનો રસ્તા પર દોડાવી રહ્યા છે. છેલ્લા એક માસથી આ વાહનો સામે કાર્યવાહી કરવાની કામગીરી હાથ ધરાઇ છે. ટેક્સ નહીં ભરનારા તમામ વાહન ચાલકો સામે વધુ કડક કાર્યવાહી થશે.- પ્રકાશ ચૌધરી, અધિકારી, નવસારી આરટીઓ

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

વધુ વાંચો