રસીકરણ:પોણા બે મહિનામાં કોવિડ બુસ્ટર ડોઝનું 41% રસીકરણ

નવસારી22 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • નવસારી જિલ્લામાં 18+ના 3.14 લાખે રસી લીધી

નવસારી જિલ્લામાં 18+ માટે કોવિડ રસીનો બુસ્ટર ડોઝ શરૂ થયાના પોણા બે મહિનામાં 41 ટકા જ રસીકરણ થઈ શક્યું છે. જિલ્લામાં 18થી 59 વર્ષના મહત્તમ લોકોને રસીના બે ડોઝ અપાઈ ચુક્યા છે. તેમને ત્રીજો બુસ્ટર ડોઝ વિનામૂલ્યે આપવાની શરૂઆત 15 જુલાઈના અરસામાં થઈ હતી. જેને પોણા બે મહિના થઈ ગયા છે ત્યારે આ સમય દરમિયાન 41 ટકા લોકોએ જ બુસ્ટર ડોઝ લીધો છે. 18+ના કુલ 7.60 લાખ લોકોમાંથી 3.14 લાખ લોકોએ બુસ્ટર લીધો છે.

તાલુકાવાર થયેલ રસીકરણની ટકાવારી જોઈએ તો ચીખલીમાં 38 ટકા, ગણદેવીમાં 39.29 ટકા,જલાલપોરમાં 39.77 ટકા , ખેરગામમાં 34.91 ટકા,નવસારીમાં સૌથી વધુ 45.65 ટકા અને વાંસદા તાલુકામાં 44.46 ટકા થયું છે. છેલ્લા 1 મહિનાથી ચાલી રહેલ આરોગ્ય કર્મીઓની હડતાળની પણ અસર રસીકરણ ઉપર પડી રહી છે.

શુક્રવારે કોવિડના વધુ પોઝિટિવ 5 કેસ
જિલ્લામાં શુક્રવારે કોરોનાના વધુ 5 પોઝિટિવ કેસ બહાર આવ્યા હતા.જે કેસ નોંધાયા તેમાં વાંસદા, ચીખલી, ગણદેવી, ખેરગામ અને જલાલપોર તમામ તાલુકામાં એક -એક કેસ હતા. વધુ 5 કેસોની સાથે જિલ્લામાં કુલ કેસોની સંખ્યા 12740 થઈ હતી. કોરોનાની સારવાર લેતા 5 દર્દી રિકવર થયા હતા, જેની સાથે કુલ રિકવર સંખ્યા 12502 થઈ હતી.એક્ટિવ કેસ 28 રહ્યા છે, જેમાં 4 દર્દી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. 24 જણા હોમ આઇસોલેશનમાં છે.

અન્ય સમાચારો પણ છે...