ક્રાઇમ:હાઈવે પર ફર્સ્ટ લેનમાં વાહન ચલાવતા 41 ચાલક દંડાયા

નવસારીએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • બે દિવસમાં ટ્રાફિક પોલીસે 88 કેસ કર્યા

નવસારી જિલ્લામાં લોકડાઉન બાદ હાઈવે ઉપર વાહન વ્યવહાર પૂર્વવત થતા અકસ્માતની સંખ્યામાં ઘટાડો થાય તે માટે નવસારી જિલ્લા ટ્રાફિક વિભાગ દ્વારા હાઈવે નં. 48 પર ભારે વાહનચાલકો પ્રથમ લેનમાં ચલાવતા હોય તેના ઉપર ડ્રાઈવ શરૂ કરતા બે દિવસમાં 88 કેસ કરવામાં સફળતા મેળવી હતી.

નવસારી જિલ્લા ટ્રાફિક વિભાગ દ્વારા હાઈવે નં. 48 પર ચીખલી, ખારેલ, સિસોદરા તથા ધોળાપીપળા હાઈવે ઉપર ચાર ટીમ બનાવી ફર્સ્ટ લેનમાં ચલાવતા ભારે વાહનચાલકો વિરુદ્ધ લેનભંગના કેસની ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું હતું. ગુરૂવારે સતત બીજા દિવસે સવારથી સાંજ સુધીમાં ત્રીજા લેનનાં બદલે પ્રથમ લેનમાં જોખમી રીતે અકસ્માત કરી શકે તેવા વાહન ચાલકો વિરૂદ્ધ આઈપીસી 279 એ ભંગ બદલ 41 વાહનચાલકો ઉપર કાર્યવાહી કરવામાં આવી હતી. બે દિવસમાં કુલ 88 કેસ કરવામાં જિલ્લા ટ્રાફિક વિભાગને સફળતા મળી હતી.

નવસારી જિલ્લામાં નો-માસ્ક હેઠળ 15 દિવસમાં 186 લોકો દંડાયા
નવસારી જિલ્લામાં કોરોનાનું સંક્રમણ ન થાય તે માટે માસ્ક પહેરવું ફરજીયાત હોય આ બાબતે સરકારે માસ્ક વગર જાહેરમાં દેખાયા તો રૂ. 1000નો દંડ ફટકારવાનો હુકમ કર્યો હતો. જેમાં જિલ્લા ટ્રાફિક વિભાગની ટીમ દ્વારા ચેકિંગ હાથ ધરતા 15 દિવસમાં 186 લોકોને દંડ કરતા પોલીસ ખાતાને રૂ.1,86,000ની આવક થઈ હોવાની માહિતી મળી છે.

અન્ય સમાચારો પણ છે...