વિકાસને વેગ:જિલ્લામાં 950 લાખના 404 વિકાસ કામો મંજૂર

નવસારી5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પ્રભારી મંત્રીના અધ્યક્ષસ્થાને કલેકટરાલયમાં જિલ્લા આયોજન મંડળની બેઠક મળી

નવસારી જિલ્લાના પ્રભારી મંત્રીના અધ્યક્ષસ્થાને શુક્રવારે નવસારી જિલ્લા કલેકટર કચેરીમાં જિલ્લા આયોજન મંડળની બેઠક યોજાઇ હતી. જેમાં જિલ્લાના સર્વાંગી વિકાસ માટે વિકેન્દ્રિત જિલ્લા આયોજન કાર્યક્રમની વિવિધ જોગવાઈ તથા સામાજીક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગની યોજના અંતર્ગત વર્ષ 2021-22ના માટે રજૂ કરવામાં આવેલ અંદાજીત 950 લાખના 404 વિકાસ કામોના આયોજનને મંજૂર કરાયા હતા.

બેઠકને સંબોધતા જિલ્લા પ્રભારી મંત્રી ગણપતસિંહ વસાવાએ જિલ્લાના વિકાસકામોનું આયોજન હાથ ધરાય ત્યારે જિલ્લામાં પ્રજાલક્ષી જરૂરિયાતવાળા અગત્યના કામો મહત્તમ રીતે આવરી લેવાની સાથે સામૂહિક વિકાસનાં કામો સંદર્ભે તમામ વિસ્તારોને આવરી લેવાય અને તે રીતે તાલુકાકક્ષાએ આવા કામોને અગ્રતા અપાય તે જોવાની પણ તેમણે ખાસ હિમાયત કરી હતી. જિલ્લાની ખૂટતી કડીઓ સંદર્ભે જરૂરિયાતવાળા આ દિશાના કામોને પણ સાંકળી લઇ જિલ્લાની સર્વાંગી વિકાસકૂચ આગળ ધપાવવા કટીબદ્ધ થવા જણાવ્યું હતું.

બેઠકને સંબોધતા જિલ્લા પ્રભારી મંત્રી અને આયોજન મંડળના અધ્યક્ષ ગણપતસિંહ વસાવાએ ઉપસ્થિત અધિકારી– પદાધિકારીઓને આયોજન મંડળમાં રજૂ થતાં લોક સુખાકારીના કામો પૈકી ગ્રામ્ય વિસ્તારમાં પીવાના પાણી, આંગણવાડી, શિક્ષણ અને ગટર જેવા સ્થાનિક અગત્યતા ધરાવતા કામોને અગ્રિમતા આપી મંજૂર કરવા અનુરોધ કર્યો હતો. તેમણે પ્રત્યેક ગામોમાં સ્થાનિક કક્ષાએ પ્રાથમિક્તા ધરાવતા લોકસુવિધાના હાથ ધરાયેલા કામો ગુણવત્તાયુક્ત અને ઝડપથી પૂર્ણ કરવા તથા મંજૂર કામો નિયત સમય મર્યાદામાં પૂર્ણ કરવા જણાવ્યું હતું.

આ બેઠકમાં મંજૂર કરાયેલા રૂ. 950 લાખના ખર્ચે 404 વિકાસ કામોમા ડામરરસ્તા, પેવરબ્લોક, સી.સી. રસ્તા, પાણીની સુવિધા, સંરક્ષણ દિવાલ, ગટરલાઇન, સમૂહવિકાસના (પાઇપ-નાળા, સ્મશાન, હવાડો, ખડીયાટ, શેડ) વગેરે જેવા કામોનો સમાવેશ થાય છે. ગત સને 2019-20 અને 2020-21ના વર્ષના વિકાસકામોની સમીક્ષા કરાઇ હતી, જેમાં પૂર્ણ થયેલા અને પ્રગતિ હેઠળના વિકાસકામોની જાણકારી અપાઇ હતી.

ચાલુ નાણાંકીય વર્ષ માટે મંજૂર કરાયેલા ઉક્ત વિકાસકામો હાથ ધરતાં પહેલાં ગત વર્ષના બાકી રહેલા અને પ્રગતિ હેઠળના વિકાસકામો પણ ઝડપથી પૂર્ણ થાય તે જોવાની પણ મંત્રીએ અમલીકરણ અધિકારીઓને તાકીદ કરી હતી. કાર્યકારી જિલ્લા કલેકટર પ્રશસ્તિ પરીકે જિલ્લાના વિકાસકામો માટે મંજૂર થયેલા વિકાસકામો થકી જનસુખાકારી વધારવાના પ્રયાસોને મૂર્તિમંત કરવા ટીમ નવસારી વતી પ્રતિબદ્ધતા વ્યકત કરી હતી.

આ બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખ ભીખુભાઇ આહિર, નાયબ મુખ્ય દંડક આર.સી.પટેલ, ધારાસભ્યો, જિલ્લા આયોજન મંડળના સદસ્યો, સંબંધિત વિભાગના અમલીકરણ અધિકારીઓ તેમજ અધિકારી-પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતા. અત્રે ઉલ્લેખનીય છે કે, નવસારી જિલ્લામાં સમય મર્યાદામાં વિકાસ કામોને પૂર્ણ કરી લેવામાં આવે તો લોકોની સુખાકારીમાં વધારો થશે. ભવિષ્યના આયોજન સાથે આયોજન મંડળની બેઠકમાં વિકાસને વેગ આપતા નિર્ણયો લેવામાં આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...