તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ગણદેવી તાલુકાના માલાતલાવડી વિસ્તારમાં ગફલતભરી રીતે આવતા ડમ્પર ચાલકે બાઈક સવાર ડોક્ટરને અડફેટે લીધા હતા. જેમાં માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા ડોક્ટર હીરાલાલ પાટીલનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. બનાવની જાણ થતાં આસપાસના લોકો એકઠાં થઇ ગયા હતા. મૃતદેહને પીએમ અર્થે ગણદેવી સામુહિક આરોગ્ય કેન્દ્રમાં લઇ જવાયો છે. પોલીસે ઘટનાસ્થળે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
માથું ડમ્પર નીચે આવી જતા મોત થયું
બનાવની વિગતો એવી છેકે, માલાતલાવડી વિસ્તાર પાસે શાર્પ ટર્નિંગમાંથી ડમ્પર પસાર થઇ રહ્યું હતું. એ જ સમયે સાલેજથી નવસારી જતાં માર્ગ પર સામેની તરફથી ડોક્ટર હીરાલાલ પટેલ આવી રહ્યાં હતા. ત્યારે ડમ્પરનો બાઈક સાથે અકસ્માત થયો હતો. જેમાં ડોક્ટરનું માથુ ડમ્પર નીચે આવી ગયું હતું. ગંભીર ઇજાઓ થતાં તેમનું મોત નીપજ્યું હતું.
ડોક્ટર સાલેજમાં 17 વર્ષથી ફરજ બજાવતા હતા
40 વર્ષીય મૃતક હીરાલાલ પટેલ વ્યવસાયે ડોક્ટર હતા અને છેલ્લા 17 વર્ષ ગણદેવી તાલુકાના સાલેજમાં ફરજ બજાવી રહ્યાં હતા. બનાવની જાણ થતાં સાલેજ ગામમાં પણ શોકની લાગણી ફેલાઈ ગઇ હતી.
પોઝિટિવઃ- જે કામ માટે તમે છેલ્લાં થોડા સમયથી કોશિશ કરી રહ્યા હતાં, તે કાર્ય માટે કોઇ યોગ્ય સંપર્ક મળી જશે. વાતચીતની મદદથી તમે કોઇ મામલાનું સમાધાન શોધી લેશો. કોઇ જરૂરિયાતમંદ મિત્રની મદદ કરવાથી તમને આત્...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.