નવસારીમાં સાંઢકૂવા વિસ્તારમાં આવેલા અશોક ટાવરની મંગળવારે એકસાથે40 દુકાનને ફાયર એનઓસી મુદ્દે પાલિકાએસીલ કરી હતી. હાઇકોર્ટના દિશાસૂચનનેપગલે ફાયર એનઓસી નહીં મેળવનાર બિલ્ડીંગો, મિલકતોસામે કડકાઇ કરવાનું અહીંનાનવસારી શહેરમાં પણ નગરપાલિકાએ શરૂ કર્યું છે.
જે અંતર્ગત શનિવાર અને ત્યારબાદ રવિવારે બે દિવસમા પાલિકાએ ફાયર એનઓસી મુદ્દે અનેક બિલ્ડીંગોમાં આવેલી 40 દુકાનો સીલ કરી હતી. જોકે સોમવારે કોઈ સીલ કરી ન હતી. આ દરમિયાન શહેરના સાંઢકૂવા વિસ્તારમાં આવેલી હાઈરાઇઝ બિલ્ડીંગ અશોકા ટાવરમાં બીજી વખત પાલિકાએ મિલકતો સીલ કરી હતી.
બે દિવસ અગાઉ 3 દુકાનો જ સીલ કરી હતી, અન્ય ઘણી દુકાનો સામે કાર્યવાહી કરી ન હતી. મંગળવારે પુન: પાલિકાનો સ્ટાફ પહોંચી ગયો હતો અને ત્યાં અન્ય બાકી રહેલી 40 દુકાનો, ઓફિસો પણ સીલ કરી દીધી હતી. જોકે આ સિવાય શહેરમાં મંગળવારે અન્ય કોઈ જગ્યાએ દુકાનો પાલિકાએ સીલ કરી ન હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.