તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રંગોત્સવ બેરંગ:દર વર્ષે ધૂળેટીમાં રંગ અને પિચકારીનું 40 લાખનું ટર્ન ઓવર, આ વર્ષે 4થી 5 લાખનો જ વેચાણનો અંદાજ

નવસારી2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • નવસારીમાં ધૂળેટી પર્વે સરકારના આદેશથી નાના વેપારીઓમાં નારાજગી

નવસારી જિલ્લામાં પણ કોરોનાના કારણે હોળી રંગોનો તહેવાર ન ઉજવાય તે માટે સરકાર દ્વારા પરિપત્ર બહાર પાડીને સામૂહિક કાર્યક્રમની મંજૂરી નહીં આપવા સ્થાનિક તંત્રને આદેશ કર્યો છે. જેમાં ત્રણ માસથી હોળીના પર્વ નિમિત્તે રંગો, પિચકારીના વિક્રેતા સ્ટોક જમા કરતા હતા તેઓમાં નારાજગી વ્યાપી ગઈ છે. સરકારના આદેશને પગલે આ જથ્થો પાછો પેકિંગ કરી મૂકી દેવાની પરિસ્થિતિનું નિર્માણ થયું છે. જિલ્લામાં દર વર્ષે આશરે 40 લાખનું ટર્ન ઓવર થાય છે. આ વર્ષે કોરોના કારણે 50 ટકા માલ ભર્યો હતો તેમાંથી પણ માત્ર 20 થી 25 ટકા જેટલું જ ટર્નઓવર થવાની શકયતા વેપારીઓ જોઈ રહ્યા છે.

કોરોનાની મહામારીએ હોળીના રંગના પર્વને બેરંગ કરી દીધો છે. એક વર્ષ પછી પણ કોરોનાના કેસમાં વધારો થતો રહ્યો છે. સરકાર ચિંતિત છે અને કોરોનાથી બચવા ભીડ ન થાય તે માટે લોકોને માસ્ક,સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવા અપીલ કરી છે અને કોરાનાનું સંક્રમણ ન ફેલાય તે માટે હોળીના પર્વમાં સામૂહિક કાર્યક્રમની મંજૂરી આપી નથી. નવસારી જિલ્લામાં વેપારીઓએ હોળી પર્વે રંગ-ગુલાલ બાળકો માટે પિચકારીની છેલ્લા 3 માસથી મુંબઈ અને દિલ્હીથી ખરીદી કરી સ્ટોક કર્યો હતો અને આતુરતાપૂર્વક હોળીના પર્વની રાહ જોતા હતા પરંતુ 24મી માર્ચે સરકારના પરિપત્ર આવતા હોલસેલ વિક્રેતાઓમાં નારાજગી વ્યાપી ગઈ છે. દર વર્ષે 40 લાખનું ટર્ન ઓવર થતું હતું, તેમાં કોરોનાના કારણે માત્ર 50 ટકા જ માલની ખરીદી કરી પણ હવે નવો પરિપત્ર આવતા માત્ર 20 થી 30 ટકા એટલે કે માત્ર 4થી 5 લાખનું જ ટર્ન ઓવર થશે તેવું વેપારીઓ જણાવી રહ્યા છે.

વેપારીઓ સરકારના પરિપત્રથી ચિંતિત..
છેલ્લા 3 માસથી મુંબઈ, દિલ્હીથી હોળી પર્વે રંગ, પિચકારીનો સ્ટોક ભરાવી રાખ્યો છે પણ અંતિમ તારીખોમાં સરકારી પરિપત્ર આવતા પિચકારીનું વેચાણ છેલ્લા 3 દિવસથી થયું નથી. જોકે પિચકારી ગુલાલ અને રંગનું વેચાણ છેલ્લા બે દિવસોમાં થવાની શકયતા જોઈ રહ્યા છે. > હર્ષિત શાહ, શાહ ટ્રેડર્સ, નવસારી

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

  વધુ વાંચો