તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના બેકાબૂ:નવસારીમાં વધુ 4 પોઝિટિવ કેસ, કુલ આંક 1368 પાર

નવસારી5 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • કુલ રિકવર 1242, એક્ટિવ કેસ 25

નવસારી જિલ્લામાં શુક્રવારે વધુ 4 કેસ નોંધાવાની સાથે કુલ 1368 કેસ થયા હતા. જે નવા કેસ બહાર આવ્યા તેમાં નવસારી શહેરના જ 2 કેસ હતા. શહેરના આશાબાગ વિસ્તાર તથા તીઘરા રોડ વિસ્તારમાં એક-એક કેસ નોંધાયા હતા. આ ઉપરાંત જલાલપોર તાલુકાના કડોલી અને ખેરગામ તાલુકાના વાડ ગામે કેસ બહાર આવ્યા હતા. વધુ 4 કેસની સાથે જિલ્લામાં કુલ કેસનો આંક 1368 ઉપર પહોંચ્યો હતો.

શુક્રવારે કોરોનાની સારવાર લેતા વધુ 3 દર્દી રિકવર થયા હતા, જેની સાથે જિલ્લામાં કુલ રિકવરની સંખ્યા 1242 થઈ હતી. એક્ટિવ કેસ 25 રહ્યા હતા. જે એક્ટિવ કેસ છે તેમાં મહત્તમ હોમ આઈસોલેશનમાં છે. અહીં ઉલ્લેખનીય છે કે હાલના દિવસોમાં કોરોનાના કેસ તો થોડા આવી રહ્યા છે પરંતુ સદનસીબે છેલ્લા ઘણાં દિવસોથી જિલ્લામાં કોઈ જ કોરોનાના દર્દીનું મૃત્યુ નોંધાયું નથી અને મૃત્યુઆંક 101 ઉપર જ રહ્યો છે. વધુ મૃત્યુ ન થવાનું તથા વધુ કેસો હોમ આઈસોલેશનમાં રહેવાની બાબત કોરોના વાઈરસની ઘાતકતા ઘટી હોવાનું પણ જોવાઈ રહ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે, નવસારી જિલ્લામાં એક સમયે એકપણ કેસ નોંધાયો ન હતો, પરંતુ હવે કોરોનામાં કેસોની સંખ્યા દિવસે દિવસે વધતા તંત્ર માટે પણ ચિંતાનો વિષય બન્યો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

  વધુ વાંચો