તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના અપડેટ:નવસારીમાં વધુ 4 કોરોના પોઝિટિવ, કુલ આંક 1516 થયો, યુ.કે.થી આવેલા 36માંથી 33ના રિપોર્ટ નેગેટિવ

નવસારી2 મહિનો પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર.
 • 1398 દર્દી રિકવર થયા, એક્ટિવ કેસ 16 રહ્યા

નવસારી જિલ્લામાં મંગળવારે નોંધાયેલ વધુ 4 કેસો સાથે કુલ કોરોનાના કેસોનો આંક 1516 ઉપર પહોંચ્યો હતો. ઇંગ્લેન્ડથી આવેલા 33 વ્યક્તિઓના રિપોર્ટ નેગેટિવ આવ્યા હતા.જે નવા 4 કેસ નોંધાયા હતા,તેમાં 2 ચીખલી તાલુકાના હતા. અહીં સોલધરા અને દોણજા ગામે કેસ બહાર આવ્યા હતા. આ ઉપરાંત ગણદેવી તાલુકાના દેવસર અને નવસારીના કાલિયાવાડી વિસ્તારમાં નોંધાયા હતા. નવા 4 કેસ સાથે જિલ્લામાં કુલ કેસ 1516 થયા હતા. મંગળવારે કોરોનાના સારવાર લેતા 2 દર્દી રિકવર થયા હતા, જેની સાથે કુલ રિકવર સંખ્યા 1398 થઈ હતી. એક્ટિવ કેસ 16 રહ્યા હતા. જેમાં 12 જણા હોમ આઇસોલેશનમાં છે. 2 દર્દી કોવિડ કેર સેન્ટરમાં, 1 દર્દી નવસારી સિવિલમાં અને 1 દર્દી વલસાડની હોસ્પિટલમાં સારવાર લે છે.

અહીં ઉલ્લેખનીય છે કે યુ.કે.માં હાલ કોરોના નવા રૂપમાં હાહાકાર મચાવી રહ્યો છે ત્યારે ત્યાંથી જિલ્લામાં આવનારા ઉપર ખાસ વોચ રાખી ટેસ્ટ કરાવાય રહ્યા છે. હાલમાં આવેલ 36 જણાના સેમ્પલ લઈ ટેસ્ટ કરાવાયા છે,જેમાં 33 ના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે,અન્ય 3 જણાનો રિપોર્ટ આવ્યો નથી.

ડાંગમાં વધુ 2 કોરોના પોઝિટિવ, કુલ આંક 135
આહવા | ડાંગ જિલ્લામાં વધુ બે કેસ પોઝિટિવ આવતા અત્યારસુધીમાં કુલ આંક 135 પર પહોંચ્યો છે. ડાંગ જિલ્લામાં ધીમી ગતિએ કોરોનાનાં કેસો સામે આવી રહ્યા છે. ડાંગ જિલ્લા રોગચાળા નિયંત્રણ અધિકારી ડો. ડી.સી.ગામીતનાં જણાવ્યા અનુસાર ડાંગ જિલ્લાનાં વહીવટી મથક આહવાના જાગૃતિ કોલોનીમાં રહેતો 32 વર્ષીય પુરુષ તેમજ મિશનપાડા વનબધું આરોગ્ય ધામની સામે રહેતો 45 વર્ષીય પુરુષનો “કોવિડ-19” ટેસ્ટ રિપોર્ટ પોઝિટિવ નોંધાતા આ બંને દર્દીઓને હાલમાં આહવા કોવિડ કેર હોસ્પિટલમાં ખસેડવાની તજવીજ હાથ ધરાઈ છે. ડાંગમાં અત્યારસુધીમાં કુલ આંક 135 પર પહોંચ્યો છે. જેમાંથી 130 જેટલા દર્દીઓ સંપૂર્ણપણે સાજા થઈ જતા તેઓને રજા આપવામાં આવી છે. જ્યારે 5 દર્દી એક્ટિવ હોય કોવિડ કેર હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...

  વધુ વાંચો