કોરોના અપડેટ:નવસારી જિલ્લામાં બુધવારે કોરોનાના વધુ 4 કેસ નોંધાયા, એક્ટિવ કેસ 32, હોમ આઇસોલેશનમાં 26

નવસારીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • ચીખલી અને ગણદેવી તાલુકામાં બે-બે કેસ

નવસારી જિલ્લામાં મંગળવારે કોરોનાના 4 કેસ નોંધાયા હતા,જેની સાથે એક્ટિવ કેસો 32 થયા છે.ગણદેવી તાલુકાના બીલીમોરા દેસરાના 62 વર્ષીય વૃદ્ધ અને ઉડાચની 56 વર્ષીય મહિલા છે. આ ઉપરાંત ચીખલી તાલુકાના દેગામની 85 વર્ષીય મહિલા અને રૂમલાની 62 વર્ષીય મહિલા પણ છે. વધુ 4 કેસ સાથે જિલ્લામાં કુલ કેસની સંખ્યા 7339 થઈ છે. કોરોનાની સારવાર લેતા 2 દર્દી રિકવર પણ થયા હતા, જેની સાથે કુલ રિકવર સંખ્યા 7112 થઈ છે.

એક્ટિવ કેસની સંખ્યા 32 થઈ છે, જેમાં 6 દર્દી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યાં છે અને 26 જણા હોમ આઇસોલેશનમાં જ છે. જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસોમાં વિદેશથી કુલ 1088 આવ્યા છે, જેમાં ઓમિક્રોન હાઈરીસ્ક દેશોમાંથી 219 અને અન્ય દેશોમાંથી 869 આવ્યા છે. આ તમામમાં હાઇરીસ્ક દેશોમાંથી આવેલ માત્ર 2ના રિપોર્ટ જ કોવિડ પોઝિટિવ આવ્યા છે.

અન્ય સમાચારો પણ છે...