કોરોના બેકાબૂ:નવસારીમાં કોરોનાના વધુ 4 કેસ, માત્ર બે દિવસમાં 9 કેસ

નવસારીએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • કુલ કેસ 1362, રિકવર 1236,એક્ટિવ કેસ 25 થયા

નવસારી જિલ્લામાં કોરોનાના વધુ 4 પોઝિટિવ કેસ નોંધાવાની સાથે માત્ર બે દિવસમાં 9 કેસ નોંધાયા છે. જે નવા કેસ બહાર આવ્યા તેમાં નવસારીના જમાલપોરનો એક,જલાલપોર તાલુકાના દીપલાનો એક, ખેરગામ તાલુકાના પણંજનો એક અને વાસદા તાલુકાના ઝરીનો પણ એક કેસ હતો.નવા 4 કેસ સાથે જિલ્લામાં કુલ કેસ 1362 થયા હતા. બુધવારે કોરોનાની સારવાર લેતા 2 દર્દી રિકવર થયા હતા,જેની સાથે કુલ રિકવર સંખ્યા 1236 થઈ હતી. એક્ટિવ કેસ માત્ર 25 જ રહ્યા હતા. જે એક્ટિવ કેસ છે તેમાં 21 દર્દી હોમ આઇસોલેશનમાં છે. આ ઉપરાંત 3 દર્દી નવસારી સિવિલ અને 1 દર્દી વલસાડ સિવિલમાં સારવાર લઈ રહ્યા છે.

અહીં ઉલ્લેખનીય છે કે જિલ્લામાં લક્ષણો વિનાના યા સાધારણ લક્ષણવાળા દર્દીઓને નવસારી કૃષિ યુનિ.માં ઉભા કરાયેલ કોવિડ કેર સેન્ટરમાં પણ દાખલ કરતા હતા,જોકે બે દિવસથી ત્યાં દર્દી નથી અને હાલ ત્યાં દર્દીને દાખલ કરવાનું બંધ કરાયાનું જાણવા મળ્યું છે.

અન્ય સમાચારો પણ છે...