તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઠરાવ:નવસારી પાલિકામાં સમાવવા 4 ગ્રા. પંચાયતની સંમતિ મંગાઇ

નવસારી9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પાલિકાએ તો અગાઉ જ ઠરાવ કર્યો હતો

નવસારી-વિજલપોર પાલિકામાં સામેલ કરવા નજીકના 4 ગામોની પંચાયત પાસે પાલિકાએ મંજૂરીના ઠરાવ માગ્યા છે.

નવસારી નજીકના 8 ગામ અને વિજલપોરને સમાવી નવી નવસારી-વિજલપોર નગરપાલિકા બનાવવામાં આવી છે. જોકે નજીકના વધુ ગામોને નવી પાલિકામાં સમાવવા મુખ્યપ્રધાનને રજૂઆત કરી હતી, જેને લઈ આ રજૂઆત અંગેનો પત્ર પાલિકામાં આવ્યો હતો. આ પત્ર સંદર્ભે પાલિકાએ નજીકના 4 ગામ એરૂ, હાંસાપોર, દાંતેજ અને ધારાગીરીને પાલિકામાં સમાવવા અંગેનો ઠરાવ 30 માર્ચના રોજ કરી દીધો હતો. જોકે માત્ર પાલિકાનો ઠરાવ ચાલે એમ નથી, 4 ગામોની મંજૂરીનો ઠરાવ પણ જરૂરી છે.

આ બાબતને ધ્યાને લઇ નવસારી-વિજલપોર પાલિકાએ 4 ગામોની ગ્રામ પંચાયતોને પત્ર લખી તેમનો સંમતિ ઠરાવ માગ્યો છે. અહીં ઉલ્લેખનીય છે કે ઉક્ત પંચાયતો સંમતિ આપ્યા બાદ પાલિકા ઉક્ત 4 ગામોને પાલિકામાં સમાવવા સરકારમાં દરખાસ્ત કરશે અને સરકાર આ દરખાસ્ત અન્વયે ગામોને પાલિકામાં સમાવેશ કરવો કે નહીં તે અંગે નિર્ણય લેશે. અગાઉ શહેરની આસપાસની 8 પંચાયતને સમાવાયા બાદ બાકી રહેલી 4 ને પણ સમાવી લેવામાં આવે તેવી શક્યતા છે.

અન્ય સમાચારો પણ છે...