નવસારી સહિત સુરત અને અમદાવાદના સોનાની વસ્તુ ખરીદીને ઓનલાઈન ટ્રાન્ઝેકશનના ખોટા સ્ક્રિન શોટ મૂકી છેતરપિંડી કરનાર મૂળ અમરેલીના અને હાલ સુરત રહેતા યુવાનની જલાલપોર પોલીસે અટક કરી કોર્ટમાં રજૂ કરતા ચાર દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હોવાની માહિતી મળી છે.
જલાલપોરના ભવાની જ્વેલર્સમાંથી મૂળ અમરેલી અને હાલ સુરત રહેતા તુષાર ભુપત બોરડ એ ગૂગલ પરથી દુકાનનું નામ-સરનામુ જાણી સોનાની ચેઇન 1.20 લાખમાં ખરીદી હતી.જેનું પેમેન્ટ તેઓ તેમના બેંકના ખાતામાં જમા કરશે તેવો ભરોસો આપ્યો હતો. ભવાની જવેલર્સના ખાતાધારકના બેકમાં નાણાં જમા કરાવ્યાના ખોટા સ્ક્રિન શોટ મોકલ્યા હતા પરંતુ જમા નહીં થતા બેંકની કાર્યવાહી ધીમી છે.
તેવી વાત કહેતો હતાો. અવારનવાર પૈસાની માંગ કરવા છતાં તેણે નહીં આપતા ભવાની જવેલર્સના માલિકે જલાલપોર પોલીસમાં ફરિયાદ આપી હતી. પોલીસે આરોપીની અટક કરી કોર્ટમાં રજૂ કરતા ચાર દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હોવાની માહિતી મળી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.